________________
સમાધિ-સાધના
છે. ત્રણે લાકમાં એવું કાર્ય સુખ નથી અથવા નહી હશે કે જે સમ્યક્ત્વરૂપ પરમબંધુ ન પમાડી શકે. અર્થાત્ સમ્યક્ત્વ સર્વ જગ્યાએ સર્વ કાળમાં સર્વ પ્રાણીને ઉપકારક છે, સર્વે વિજ્ઞોનું પ્રતિબંધક છે. માટે એ જ ખરા ખંધવ તુલ્ય છે.
૨૨૯
હે સુવિહિત (ઉત્તમ આચરણ કરનાર) સાધક ! તારે એક પરમાત્માની ભક્તિ વા અંતરંગ પ્રેમ કરવા એ જ સર્વથી ઉત્તમ છે. એક જિનભક્તિ, પ્રભુભક્તિ જ એવી છે કે જે સ્વર્ગ મેાક્ષાદિથી દૂર કરનાર સર્વ વિષ્રોને શીઘ્ર નષ્ટ કરીને સમસ્ત મનારથા પૂર્ણ કરે છે. માટે એક પ્રભુભક્તિને જ ધારણ કર. આ શ્લાકમાં ભાવનમસ્કારનો મહિમા કહે છે. एकोऽप्यनमस्कारो मनश्चेन्मरणे विशेत् । संपाद्याभ्युदयं मुक्तिश्रियमुत्कयति द्रुतम् ॥ મરણ સમયે એક પણુ ભગવાનને નમસ્કાર ચિત્તમાં પ્રાપ્ત થાય તે તે સ્વર્ગાદિકના મહાન અભ્યુદયને આપીને શીઘ્ર મેાક્ષલક્ષ્મીને ઉત્કંઠિત કરે છે. મરણ સમયે એક પણુ ભાવનમસ્કાર થાય તે તે જ ભવે કે બે ત્રણ ભવમાં માક્ષ
પ્રાપ્ત થાય છે.
સુભગ નામના ગેાવાળ મરણ સમયે એકાગ્ર ચિત્તથી નમો અરિતાનું કહીને મરણ પામી સુદર્શન નામે શ્રેષ્ઠી પુત્ર થયા. ત્યાં રૂપ ગુણ અને સમ્યગ્દર્શન પામી તે ભવે જ મુક્ત થયા. માટે ભાવનમસ્કારમાં તું પણ ચિત્ત લગાવ.
હું આરાધક ! જેનું ચિત્ત ભક્તિથી અનુરક્ત થયું છે એવા જે પુરુષ પાતાના બલવીર્યને છુપાવ્યા વગર સ્વાધ્યાય, વંદન, પ્રતિક્રમણ આદિ નિત્ય કરવા યાગ્ય કર્તવ્ય કરે છે તેને અદ્દભુત ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે.