________________
૨૨૮
સમાધિ-સાધના
આત્માને જન્માદિ બંધનથી મુક્ત કરવા જ આ ધર્મની અરાધના કરું છું. એ જ એક આત્માર્થની ભાવનાએ જ સમાધિ પ્રાપ્ત કરવી.”
ત્યારપછી યથા અવસરે ક્રમે ક્રમે ચારે પ્રકારના આહારને ત્યાગ કરાવી સર્વ સંઘ પ્રત્યે ક્ષમી ક્ષમાવી, સંઘ કાયેત્સર્ગમાં સ્થિર થાય કે જેથી સાધકને સમાધિમરણમાં અંતરાય થાય નહીં અને આચાર્ય સંન્યાસ ધારણ કરનાર ક્ષપકને અમૃત સમાન વચનેથી સંતુષ્ટ કરીને તેના કાનમાં સંવેગ અને વૈરાગ્ય ઉત્પન્ન કરનાર જાપ સંભળાવે.
હે આરાધક! હવે તું વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વને ત્યાગ કરી તસ્વાર્થ શ્રદ્ધારૂપ સમ્યકત્વનું ચિંતવન કર અરિહંત આદિ પંચ પરમેષ્ઠીમાં, તેમની પ્રતિમામાં, વ્યવહાર રત્નત્રયમાં તથા નિશ્ચય રત્નત્રયમાં પોતાની ભક્તિને અત્યંત દૃઢ કર. ભાવ નમસ્કાર અર્થાત્ ભગવાનના ગુણેને પ્રેમપૂર્વક ચિંતવન કરવામાં તલ્લીનતા ઘારણ કર અને અધ્યાત્મ તત્વજ્ઞાનમાં ઉપગને જોડીને તલ્લીન થા.
महावतानि रक्षोच्चैः, कषायान् जय यंत्रय । अक्षाणि पश्य चात्मानमात्मनात्मनि मुक्तये ।।
હે આરાધક ! મહાવ્રતનું પાલન કર, કેથાદિ કષાને અત્યંત નિગ્રહ કર, ઇદ્રિનું દમન કર, અને સંસારસુઓને માટે નહીં પરંતુ કેવલ મુક્તિને માટે જ પોતાના આત્માને પિતાના આત્મા વડે પોતાના આત્મામાં જ જે, અવેલેકન કર.
ત્રણે લેકમાં એવું કઈ દુઃખ નથી કે જે મિથ્યાત્વરૂપ શત્રુએ જીવને ન પમાડ્યું હોય. સર્વ દુઃખનું કારણ એક મિથ્યાત્વ