________________
સમાધિ-સાધના
૨૨૫ આવેશને (ચિરકાળથી થઈ રહેલા બંધ ઉપયોગને) છોડીને તું સ્વ આત્મદ્રવ્યમાં પ્રવેશ કરીશ. અર્થાત્ પરદ્રવ્યથી સંબંધ છેડીને તારે ઉપયોગ આત્મામાં જ લાગી જશે. (ઉપયોગ
એ જ સાધના છે.) - હે આરાધક! જેમ એક મુનિ મરણ વખતે બેરમાં આસક્તિ થવાથી મરીને બેરમાં કીડે થયા, તેમ તું પણ કોઈ ભેજન આદિમાં આસક્તિ રાખીને પ્રાણ ત્યાગીશ તે તું પણ તે પદાર્થમાં કીડો આદિ ક્ષુદ્ર જંતુ થઈને ઊપજીશ. માટે ભેજન વગેરે સર્વ પુદ્ગલની આસક્તિ છોડી એક આત્મસ્વરૂપમાં લીન થા. શરીરથી આત્માને ભિન્ન ચિતવ, તૃષ્ણ માત્રને ત્યાગ કર, અને આત્મભાવનામાં લીન થઈ અશુભ કર્મોના આસવને રિક”.
આ પ્રમાણે આચાર્ય હિતોપદેશરૂપ મેઘની વર્ષોથી આરાધકની અન્નાદિકની તૃષ્ણને દૂર કરાવે છે, ક્રમે ક્રમે ચારે પ્રકારને આહાર ત્યાગ કરાવે છે :- “હે આર્ય! આ તને મરણ સમયે પ્રાપ્ત થયેલી સંલેખના એવી છે કે, અનેક ગુણ અને ગુણવાનેને આશ્રયે તે રહે તેવી છે, આગમમાં પ્રસિદ્ધ છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તને આજ દિન પર્યત પ્રાપ્ત થઈ નથી, તેમજ તેની પ્રાપ્તિ અત્યંત અશક્ય છે. માટે અત્યારે પ્રાપ્ત થયેલી આ સંલેખનામાં નાનું સરખું પણ છિદ્ર પામીને પ્રવેશ કરી જાય તેવા જીવિતાશા આદિ પાંચ અતિચારરૂપ પિશાચેથી તેનું રક્ષણ કર.
-: જીવિત--આશંસા :હે આરાધક! નિર્યાપક આચાર્ય આદિ મહાન આત્માઓ આજે તારી સેવા કરી રહ્યા છે, તેથી તારું ગૌરવ વધી રહ્યું
૧૫