________________
૨૨૪
સમાધિ-સાધના
પદાર્થ તમને આત્માને ઉપકારક જણાય છે? ઇંદ્રિયને વશ કરનાર તથા તને યથાર્થ જાણનાર એવા તને શું આત્માથી સર્વથા ભિન્ન એવાં પુદ્ગલે આત્માનાં ઉપકારક જણાય છે?
કેઈ એવું પુદ્ગલ બાકી રહ્યું છે કે જે આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં તે ઇદ્રિ દ્વારા ભેગવીને ન છોડયું હોય ? પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. મૂર્તિક પુદ્ગલ અમૂર્તિક તારા આત્માને કઈ રીતે ઉપકાર કરી શકે તેમ નથી. હે સાધક! વાસ્તવમાં તે તે પુગલેને ભેગવતે જ નથી પરંતુ ચક્ષુ આદિ ઇંદ્રિ દ્વારા તેને વિષયભૂત કરીને પિતાના આત્મપરિણામને જ તું ભગવે છે. કારણ કે આત્માને ઉપભેગ કરવા યોગ્ય તે માત્ર તેનાં પરિણામ જ છે. આત્મપરિણામને અનુભવ કરતાં તું એમ માને છે કે હું ઈચ્છિત પદાર્થને ભેગવું છું”
માટે આ દેખાતી, અગ્ય પુદ્ગલમાં ભેચત્વ બુદ્ધિરૂપ બ્રાંતિને તને ઉદય થયે છે. તું તે બ્રાંતિને આ સમયે નિવાર, કારણ કે આ સમય એ છે કે જ્યારે, તત્વને જાણનાર પંડિત લેક પિતાનું હિત કરવામાં સાવધાન થઈ જાય છે.
अन्योऽहं पुद्गलश्चान्य इत्येकांतेन चितय । येनापास्य परद्रव्यग्रहावेशं स्वमाविशेः ॥
હે આરાધક! આ અવસરે તું સર્વથા એવું ચિંતવન કર કે હું પુદ્ગલથી ભિન્ન છું અને પુદ્ગલ મારાથી ભિન્ન છે. કારણ પુદ્ગલ રૂપી છે, જડ છે, હું અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ છું. આ પ્રમાણે આત્મા અને પુદ્ગલની ભિન્નતા ચિંતવન કરવાથી આત્મદ્રવ્યથી જુદા પુદ્ગલાદિ પરદ્રવ્યને ગ્રડણ કરવાના