________________
સમાધિ-સાધના
૨૨૩
નથી કરી એવા સાધકે તે મહાવ્રતને નહીં ધારણ કર્યા છતાં તેનું ચિંતવન કરવું જોઈએ.
મરણ પથારી પર સૂતેલા સાધકે જીવન ટકી રહેવાની આકાંક્ષા, મરણું વહેલું આવે તે સારું એવી આકાંક્ષા, મિત્રમાં અનુરાગ કરે, ભેગવેલા ભેગેને યાદ કરવા, અને ભાવીમાં ભેગની ઈચ્છારૂપ નિદાન કરવું એ પાંચ અતિચારને ત્યાગ કરીને મહાવ્રતનું ચિંતવન કરવું.
નિર્યાપક આચાર્ય આરાધકનાં શરીરનાં કાર્યો કરવા માટે, વિકથા નિવારણ કરવા માટે, ઘર્મકથા સંભળાવવા માટે, ભજન, પાન, પથારી આદિ શુદ્ધ કરવા માટે, કફ મળ આદિ દૂર કરવા માટે, મેક્ષનાં કારણ એવાં રત્નત્રયથી સુશેભિત મુનિઓને યથાયેગ્ય રીતે નિજવા જોઈએ. તથા આ સાધકને રત્નત્રયના દૃઢ સંસ્કાર કરવા જોઈએ.
* સાધકના શરીર આદિ કાર્યો કરવામાં મુનિઓએ કંઈ સંકેચ નહીં કરે જોઈએ. કારણ કે સમાધિના કારણરૂપ થાય એવી સર્વ ક્રિયા એ મુનિઓને પરમ યજ્ઞ છે.
નિર્યાપક આચાર્ય બેધથી સાધકની ભેજનમાંથી આસક્તિ છેડાવે છે. સાધક આહારથી વિરક્ત થઈ કહે છે કે, “મરવાને સન્મુખ થયેલે હું હવે આ આહારને ખાઈને શું કરું?” આચાર્ય કહે છે :
“હે સમસ્ત ઇંદ્રિયને વશ કરનાર ! હે પરમાર્થને જાણનાર ! અલૌકિક રીતે નિશ્ચય કરવા યોગ્ય વાસ્તવિક તને નિશ્ચય કરનાર ! હે સકલ દિશાઓમાં પિતાની કીર્તિને ફેલાવનાર ! આરાધકરાજ ! આજે શું ભેજન શયનાદિ પૌગલિક