________________
૨૨૨
સમાધિ-સાધના અનાદિકાળથી જ્ઞાનાવરણાદિ કર્મોથી પરતંત્ર થયું છે. તે સ્વદ્રવ્ય અર્થાત્ શુદ્ધ આત્માને ગ્રહણ કરવાથી જ મુક્ત થશે. માટે મેક્ષની ઈચ્છાવાળા સાધકે પિતાના શુદ્ધ આત્માનું ગ્રહણ કરવા ગ્ય છે, અને પરદ્રવ્ય સર્વથા છેડવા ગ્ય છે.
જેણે રત્નત્રયની એકાગ્રતારૂપ સમાધિથી પિતાના દેહને ત્યાગ કર્યો છે તે મહા ભવ્ય પુરુષને અનાદિ કાળથી પહેલાં કદી ન મળેલા એવા સમ્યક્ત્વની સાથે હેનારા કયા કયા સ્વર્ગ, મેક્ષાદિ મહા અભ્યદ પ્રાપ્ત નથી થતા? અર્થાત સમાધિ મરણ કરનારને સર્વ પ્રકારના અભ્યદની પ્રાપ્તિ હેય છે.
શય્યા, ઉપધિ, અન્ન, આલેચના અને વૈયાવૃત્ય એ પાંચમાં પ્રાણુઓની રક્ષા અને ઇંદ્રિયેના સંયમપૂર્વક પ્રવર્તન તે બહિરંગ શુદ્ધિ, અને સમ્યગદર્શન, સમ્યગાન, સમ્યગુચારિત્ર, વિનય અને સામાયિક આદિ છ આવશ્યક, એમાં અતિચાર રહિત પ્રવર્તને કરવી તે પાંચ અંતરંગ શુદ્ધિ છે.
- પાંચ પ્રકારને વિવેક :આત્માને શરીર આદિથી જુદે ચિંતવન કરે તે વિવેક છે. તેના બે ભેદ (૧) ભાવવિવેક (૨) દ્રવ્યવિવેક. ઇન્દ્રિય અને કષાયથી આત્માને જુદો ચિંતવે તે ભાવ વિવેક છે. શરીર, આહાર અને સંયમનાં સાધનો વગેરેથી આત્માને જુદે ભાવે તે દ્રવ્ય વિવેક છે. આ પ્રમાણે બે પ્રકારે ભાવ વિવેક અને ત્રણ પ્રકારે દ્રવ્ય વિવેક મળી પાંચ પ્રકારને વિવેક છે.
નિગ્રંથ થયેલા સાધકે પાંચ મહાવ્રત ધારણ કરીને તે વ્રતની ભાવના કરવી જોઈએ, અને નિગ્રંથ અવસ્થા ધારણ