________________
૨૨૬
સમાધિ-સાધના
છે, તેથી શુશ્રષા આદિમાં આસક્ત થઈને, થેડું વધારે જિવાય તે સારું એમ જીવવાની આશા કર નહીં.
- મરણ–આશંસા :હે આરાધક! ઘેર સુધાદિ વેદનાઓના ભયથી શીઘા મરવાની ઈચ્છા પણ કર નહીં, કારણકે અસંક્લેશ પરિણામથી દુઃખને સહન કરનાર સાધક અશુભ કર્મોના આસવને રેકે છે, અને પૂર્વે કરેલાં પાપને નાશ કરે છે. જ્યારે બેટી રીતે મરવા ઈચ્છનાર મેક્ષ અથવા જ્ઞાનનો નાશ કરી દે છે. મરવાની ઈચ્છા કરનાર આત્મઘાતક છે માટે તે સંસારમાં દીર્ઘકાળ પર્યત પરિભ્રમણ કરે છે. જ્યારે સમતા પરિણામેથી દુઃખને સહન કરનાર, પાપ અને કર્મોને નાશ કરીને શીધ્ર મુક્ત થઈ જાય છે. માટે શીવ્ર મરવાની ઈચ્છા કદી કરવી ન જોઈએ તે પ્રકારે આ બીજે અતિચાર ત્યાજ્ય છે.
-: મિત્રમાં અનુરાગ :હે આરાધક! હવે તું પરલેક જવા માટે ઉદ્યમી થયે છે માટે સર્વ પ્રત્યે અનુરાગ ત્યજી દે. કઈ પ્રત્યે કિંચિત રાગ કર મા. કારણ કે, મેહનીય કર્મના ઉદયથી થનાર, પાપને વધારનાર, મિત્ર, પુત્ર, કલત્રાદિને રાગ અથવા તેને સ્મરણ કરવાનાં પરિણામ તે આ સંસારમાં અનેક વાર પ્રાપ્ત થયાં છે. પરંતુ તે સમાધિમરણના ઈચ્છક! આર્ય સાધક ! હવે તે સમાધિમાં અંતરાય કરનાર સર્વ પ્રત્યેના અનુરાગને ત્યજી દે, અને વીતરાગ પરિણામમાં લીન થા.
-: પૂર્વ ભાગની સ્મૃતિ :હે સાધક! પૂર્વે ભેગવેલા ભેગેનું હવે સ્મરણ ન કર.