________________
૨૨૦
સમાધિ-સાધના
આદિ પવિત્ર તીર્થસ્થાનાના આશ્રય લેવા જોઈએ. એવાં સ્થાનામાં જઈને સંન્યાસ ધારણ કરવા જોઇએ.
પવિત્ર તીર્થભૂમિમાં અથવા નિર્યાપક આચાર્ય પાસે જવા નીકળેલા સાધકને માર્ગમાં જ જો મરણ થાય, તા પણ તે આરાધક જ ગણાય છે. સમાધિ ધારણ કરવા માટે મન વચન કાયાની સ્થિરતા જ સંસારના નાશ કરનાર છે.
સમાધિને માટે તીર્થભૂમિમાં જતાં પહેલાં સર્વે લેાકેાની ક્ષમા માગવી તથા સર્વને ક્ષમા આપવી જોઈએ. –; સાધક ક્ષમાપના યાચે છે :
“ રાગદ્વેષ અને મમત્વથી જે જે જીવાને મેં દુઃખિત કર્યો હાય તે સર્વને મન વચન કાયાથી હું ક્ષમાવું છું. તથા રાગદ્વેષાદિકના નિમિત્તથી આપના મનમાં કોઈના મેં વિરોધ કર્યાં હાય તે સર્વેને ક્ષમાવું છું. મારા વિરોધ કોઈએ કર્યાં હાય તા તે સર્વને ક્ષમા આપું છું.”
જે પુરુષ અપરાધીને ક્ષમા આપે છે, તથા પોતે કરેલા અપરાધોની ક્ષમા યાચે છે તે સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. પરંતુ જે બીજા પાસેથી ક્ષમા માગતા નથી તથા ક્ષમા માગનારાઓને જે ક્ષમા આપતા નથી તે ચિરકાલ તક સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલા માટે અંતકાળે સર્વની ક્ષમા માગી લેવી જોઈએ તથા સર્વેને ક્ષમા આપવી જોઈએ.
આ (ક્ષપક) સાધકે યાગ્ય સમયે, નિર્યાપક આચાર્ય સમીપ પેાતાના વ્રતાર્દિકના ઢાષા તથા અતિચારોની આલાચના કરીને, સર્વ દોષો દૂર કરીને, માયા, મિથ્યાત્વ, અને નિદાન શલ્યથી રહિત થઈ માક્ષમાર્ગમાં યથેષ્ટ વિહાર કરવા અર્થાત્ રત્નત્રયને ધારણ કરવાં.