________________
૨૧૮
સમાધિ-સાધના
તેની અપકીર્તિ પણ થાય અને ઈચ્છાનુસાર ફલ સદ્ગતિ આદિની સિદ્ધિ પણ થઈ શકતી નથી. માટે અંત સમયે ઘર્મને કદાપિ છોડે નહીં
અત્યંત અનિવાર્ય અને સમાધિને રોકનાર એવું અશુભ કર્મ પૂર્વભવમાં કરેલું જે મરણ સમયે ઉદયમાં ન હોય તે તે જેણે ચિરકાલથી પૂર્ણ રત્નત્રયનું આરાધન કર્યું છે તે સાધક મરણ સમયે અવશ્ય રત્નત્રયરૂપ ધર્મનું આરાધન કરે જ છે. જેણે પૂર્વે સમાધિને અભ્યાસ નથી કર્યો તેવાને પણ મરણ સમયે જે સમાધિ પ્રાપ્ત થાય તે તે અંધને નિધિ મળી જાય તેમ કવચિત જ બનવા ગ્ય છે. માટે સમાધિમરણ પ્રાપ્ત કરવા સદા પ્રયત્ન કર્તવ્ય છે.
ભવ્ય જીએ વ્રત ધારણ કરવામાં તત્પર રહેવું જોઈએ. તેથી સદ્ગતિ અવશ્ય થાય છે, જ્યારે અત્રતથી અસદ્ગતિનાં દુઃખ નરકાદિનાં ભ્રમણ ઊભાં રહે છે.
જે સાધક કે ધાદિ કષાને કૃશ કરતું નથી અને શરીરને કૃશ કરે છે, તેનું શરીરને કૃશ કરવું વ્યર્થ છે.
જે પુરુષ આહારથી ઉસન્ન થયેલા મદથી અંધ થઈ રહ્યો છે અર્થાત્ જે સ્વ પર તત્ત્વજ્ઞાનથી રહિત છે, એવા પુરુષે પ્રાયે કષાયને જીતી શક્તા નથી. માટે જે પુરુષ આત્મા અને શરીરને જુદા જાણીને એ ભેદવિજ્ઞાનથી કષાને જીતે છે તે જ પુરુષ આ સંસારમાં સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે.
હે સાધક! શરીરને છેડી દેવું એ તે કાંઈ કઠણ કાર્ય નથી. પરંતુ શરીર છોડતી વખતે સંયમનું પાલન કરવું, આત્મભાવમાં સ્થિર થવું એ અત્યંત કઠણ છે. એટલા માટે