________________
સમાધિ-સાધના
૨૧૭
આ શરીર કાંઈ પણ ભલું બુરું કરી શકનાર નથી. તેથી તે હેય તે મને કંઈ ઉપકાર, અને તે જાય તે મને કંઈ અપકાર થવાને નથી માટે આ શરીર મારું છે એ સંકલ્પ, એ મમત્વને હું છોડી દઉં છું.
શરીરને બળવાન કરવું, વધારવું, તેજસ્વી કરવું એ આહાર લેવાનું ફળ છે. તથા ઘર્મસાધનપૂર્વક આત્મકાર્ય કરવું તે શરીરથી સાધવા ગ્ય સ્વાર્થ છે. આહાર લેતાં છતાં જ્યારે શરીર જર્જરિત થઈ જાય અને તેનાથી કઈ પ્રકારનું ધર્મસાધન ન થઈ શકે ત્યારે તેવા સમયમાં આહારને ત્યાગ કરે જ ઉચિત છે.
માટે વિધિપૂર્વક સમાધિમરણને ઉદ્યોગ કરે જોઈએ. સાધકે ઉપવાસાદિ બાહ્ય તપ દ્વારા શરીરને કૃશ કરીને તથા શ્રુતજ્ઞાનરૂપી અમૃત વડે, કેદાદિ કષાયને કૃશ કરીને સંઘની સામે સમાધિમરણ માટે તૈયાર થવું જોઈએ. " ચિરકાલથી આરાધન કરેલ ધર્મ પણ જે મરણ વખતે છેડી દેવાય કે તેની વિરાધના થાય તે તે નિષ્ફળ જાય છે. પરંતુ મરણ સમયે જે તે ધર્મની આરાધના કરાય તે મરણ સમયે આરાધે ઘર્મ અસંખ્યાત કરેડે ભામાં ઉપાર્જન કરેલાં પાપને પણ નાશ કરી દે છે.
- સાધકને ઘર્મ રાજાની સમાન છે. જે રાજાએ બહુ દિન સુધી અસ્ત્ર શસ્ત્ર વિદ્યાને અભ્યાસ કર્યો હોય પરંતુ યુદ્ધમાં જે તે અભ્યાસ ભૂલી જાય છે તે હારી જાય છે, અપકીર્તિ અને સ્વાર્થનાશને પામે છે. તેવી જ રીતે ચિરકાલથી અભ્યાસ કરનાર સાધક પણ મરણ સમયે ધર્મ મૂકી દે તે