________________
૨૧૬
સમાધિ માધના મૃત્યુ અતિ સમીપ આવેલું જણાય ત્યારે સંન્યાસ મરણ ધારણ કરવું જોઈએ. તેથી કરીને પહેલાં કરેલી સર્વ ધર્મકરણ સફળ થાય છે.
પિતાનું મરણ હવે અવશ્ય થવાનું છે, એ નિશ્ચય થઈ ગયા પછી જે સાધક નિશ્ચય આરાધનાના ચિંતવનમાં મગ્ન થઈ જાય છે તેને પછી મેક્ષપદ દૂર રહેતું નથી. અર્થાત છેડા ભવમાં જ મેક્ષની પ્રાપ્તિ થાય છે.
કેઈ અકસ્માત કારણથી એકદમ દેહ છૂટી જવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે મુમુક્ષુ સાધકે વિચાર રહિત સંન્યાસ ધારણ કરવું જોઈએ, અર્થાત્ તીર્થસ્થાન કે જિનાલયમાં જવાની તથા સંન્યાસની સર્વ વિધિ કરવાની સર્વ ચિંતા છોડીને કેવળ સર્વ આહારને ત્યાગ કરીને સર્વકાલિક સંન્યાસ ધારણ કરે. કેવળ પિતાના શુદ્ધ આત્માના ધ્યાનમાં લીન થઈ જવું.
સમયાનુસાર આયુ કર્મ પૂર્ણ થતાં શરીર બીજા કેઈ અકસ્માત્ કારણ વિના સહેજે છૂટી જવા જેવું લાગે ત્યારે આ મહા ધીરવીર સાધકે સંલેખના વિધિ કરવી, સંન્યાસ ધારણ કરે.
जन्ममृत्युजरातंकाः कायस्यैव न जातु मे । न च कोपि भवत्येष ममेत्यंगेस्त निर्ममः ॥
શરીર ઉપરથી મમત્વ ત્યાગવા ભાવના કરવી કે જન્મ, મરણ, જરા, રેગ એ સર્વ શરીરને છે, પુદ્ગલરૂપ હેવાથી પુદ્ગલમય કાયાનાં જ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આ મારા આત્માનાં એ કદાપિ નથી. મારા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ આત્માને