________________
સમાધિ-સાધના
૨૧૫
છૂટી જવું કઠિન નથી પરંતુ ચારિત્રનું ધારણ કરવું, આત્મભાવમાં સ્થિરતા કરવી એ કઠણ છે એમ જાણું શરીરની ચિંતા તજી આત્મભાવમાં જ સ્થિર થવું.
कायः स्वस्थोऽनुवर्त्यः स्यात् प्रतीकार्यश्च रोगतः । उपकारं विपर्यस्यंस्त्याज्यः सद्भिः खलो यथा ॥
જ્યાં સુધી આ શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી, આ શરીરમાં કેઈ પ્રકારને વિકાર ન થાય ત્યાં સુધી, પથ્ય આહાર વિહાર આદિથી તેને સ્વસ્થ જ રાખવું જોઈએ. તથા તેમાં કઈ પ્રકારને રેગ થાય તે 5 ઔષધિ આદિ વડે રેગને ઈલાજ કરે જઈએ; પરંતુ જ્યારે આ દેહ સ્વાસ્ય અને આરોગ્યને માટે કરેલા ઉપકારનું વિપરીત ફળ દેવા માંડે, અધર્મ કરવા માંડે, તેમાં રેગ થવા માંડે અથવા રેગ વધવા માંડે તે દુષ્ટ પુરુષના જે તેને ગણીને તેને ત્યાગ કરી દેવું જોઈએ.
જેને નાશ થવાને ચોક્કસ છે એવા શરીરને માટે ઈચ્છિત ફળને આપનાર ઘર્મને વિઘાત નહીં કર જોઈએ. જે શરીર નાશ પામી જશે તે તે ફરી બીજું અવશ્ય મળશે, પરંતુ સમાધિમરણરૂપ ધર્મ ફરી મળ અત્યંત દુર્લભ છે. સેંકડે પ્રયત્ન કરવાથી પણ મળે તેમ નથી. ન માટે કેવળ શરીરને માટે, પ્રાપ્ત થયેલ સમાધિમરણરૂપ ધર્મને ઘાત કદાપિ કર્તવ્ય નથી.
સમાધિમરણ કરવાવાળે સાધક કષાને આવેશ હેવાથી આપઘાત કરે છે એમ નથી; તે તે કેવળ નાશ પામતા શરીરને વિધિપૂર્વક છેડી દઈ ધર્મની રક્ષા કરે છે. માટે તેને આત્મઘાતને દોષ લાગતું નથી.