________________
સમાધિ-સાધના
નિર્વિકલ્પ સમાઘિ દ્વારા, પ્રાણના નાશ થતી વખતે પેાતાના આત્માને, અંતઃકરણને શુદ્ધ કરે છે અર્થાત્ રાગદ્વેષ અને અજ્ઞાનના ત્યાગ કરીને રત્નત્રયને ધારણ કરે છે તેને સાધક કહેવાય છે.
૨૧૪
જેને મુનિ થવાની સામગ્રી ન મળી શકે તેણે શ્રાવક થઈને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઇએ પરંતુ જેને મુનિ થવાની પૂર્ણ સામગ્રી પ્રાસ હાય તેણે મુનિ થવું જ શ્રેષ્ઠ છે.
જે પુરુષ ઇષ્ટવિયેાગ, શત્રુથી પરાજય કે તત્ત્વજ્ઞાન આફ્રિ કોઈ પણ કારણથી સ્પર્શ–રસના અનુભવરૂપ કામથી તથા ઘ્રાણુ, ચક્ષુ, અને કર્ણે ઇંદ્રિયાથી અનુભવ કરવા ચેાગ્ય ભાગેાથી વિરક્ત થયા છે; તથા જે પરિષદ્ધ અને ઉપસર્ગાને સહન કરવાને સદા તૈયાર રહે છે, તેવા ધીર પુરુષ ખાહ્ય અને અત્યંતર પરિગ્રહને છોડીને જિનમુદ્રા ( દિગંબર મુનિપણા ) ને ધારણ કરે છે.
જે પુરુષ અનાદિ મિથ્યાદ્રષ્ટિ છે તે પણ નિગ્રંથ (મુનિ) લિંગ ધારણ કરીને, સમતા, મધ્યસ્થતા, વીતરાગતા ધારણ કરીને પેાતાના આત્માનું ધ્યાન કરતાં અંતર્મુહૂર્તમાં જ દ્રવ્યકર્મ અને ભાવકર્મ બંનેથી મુક્ત થઈને સ્વયંમુક્ત થઈ જાય છે.
રત્નત્રયની સાધનામાં કારણ હાવાથી, વિદ્વાનાએ કેટલાક કાળ ટકનાર શરીરને રત્નત્રયની સિદ્ધિના ઉપાય સમજીને તેના નાશ કરવા ન જોઈએ, પરંતુ નાશ થતા શરીરની રક્ષા ચેાગીન્દ્ર, દેવેન્દ્ર, કે દાનવેન્દ્ર આદિ કાઈ પણ કરી શકનાર નથી, તે નાશ જ પામનાર છે, એમ જાણીને નષ્ટ થતા શરીરના શેક પણ કરવા ચેાગ્ય નથી. આ સંસારમાં શરીરનું