________________
સમાધિ-સાધના
૨૧૩
મસ્તકથી માંડીને પગ સુધી નિર્મળ જ્ઞાન પુરુષાકારે ભરેલું રહ્યું છે, જે ઉજજ્વળ કાંતિને વધારી રહ્યું છે, એ ધ્યાનની મહત્તા ભરત યોગીન્દ્ર જેવા મહાપુરુષે જ જાણી શકે છે.
શાસ્ત્રોમાં આત્મગુણેનું વર્ણન છે, તેમ જ આત્માથી આત્માને આત્મામાં સ્થિર કરવાના ઉપાય પણ બતાવ્યા છે. પરંતુ એ આત્મા વચનાતીત છે તેથી વચનથી તેને સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે.
અનુભવથી જ એનાં દર્શન કરવા જોઈએ.
જેમ છાણામાં અગ્નિને એક તણખે મૂક્યો હોય તે અગ્નિના ભડકા બળતા દેખાતા નથી છતાં અગ્નિ વધતે જ જાય છે અને છેવટે સર્વ છાણુને બાળીને ભસ્મ કરે છે, તેમ જ્ઞાની ગુરુ સમ્યજ્ઞાનરૂપી અગ્નિને તણખ આપે છે. તેથી શિષ્યમાં ધીમે ધીમે તે જ્ઞાનરૂપ અગ્નિ વધતે જઈ છેવટે સર્વ કર્મ બળી ભસ્મીભૂત થાય છે.
૫. સમાધિમરણ
(ધર્મામૃતમાંથી) देहाहारेहितत्यागात् ध्यानशुद्धयात्मशोधनम् । यो जीवितांते संप्रीतः साधयत्येष साधकः ।।
ધ્યાનથી ઉસન્ન થયેલા હર્ષથી અંગેઅંગમાં હર્ષિત થયેલે મુમુક્ષુ શરીર ઉપરથી મમત્વ છોડી દેવાથી, ચારે પ્રકારના આહારને ત્યાગ કરવાથી, અને મન વચન કાયાના વ્યાપારને પરિત્યાગ કરવાથી, આર્ત અને રૌદ્ધ ધ્યાન રહિત એકાગ્રચિતનિધિરૂપ ધ્યાનથી ઉન્ન થયેલી શુદ્ધતા અથવા