________________
૨૧૨
સમાધિ-સાધના તમે પિતાથી પિતાને જુઓ. આકાશ સમાન આત્મા છે. ભૂમિ સમાન શરીર છે. આકાશ ભૂમિની અંદર ઢંકાઈ ગયું છે. કેવું આ આશ્ચર્ય છે? આમ વિચાર કરવાથી આત્મદર્શન થાય છે.
ચંચળ ચિત્તને રોકીને, બંને આંખ મીંચીને, નિર્મળ ભાવવૃષ્ટિથી વારંવાર જેવાથી દેહની અંદર એ પરમાત્મા સ્વચ્છ પ્રકાશની સમાન દેખાય છે. બેઠાં બેઠાં ધ્યાન કરવાથી શરીરમાં બેઠેલી સ્વચ્છ પ્રતિમા સમાન આત્મા દેખાય છે. સૂતાં સૂતાં ધ્યાન કરવાથી સૂતેલી પ્રતિમા સમાન અને ઊભા ઊભા ધ્યાન કરવાથી ઊભેલી પ્રતિમા સમાન આત્મા દેખાય છે. પહેલાં બેસીને કે ઊભા રહીને ધ્યાનને અભ્યાસ કરે જોઈએ. અભ્યાસ થયા પછી બેસે, ઊભા રહે કે સૂએ, એ આત્મદર્શન થશે જ. શરીર ગમે તેમ ભલે રહે, પરંતુ આત્મામાં લીન થવું જોઈએ, તે તે દેદીપ્યમાન આત્મા નિકટભવ્યોને દેખવામાં આવે છે. મારા પિતાના આત્માથી અધિક મારે બીજે કઈ પદાર્થ નથી. “આત્માથી સૌ હીન !” એમ જ્યારે વૃઢ થઈને આ ભવ્ય આત્મામાં મગ્ન થાય છે ત્યારે સાત પ્રકૃતિઓને અભાવ થાય છે. તે સમયે લાયક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે ધ્યાનમાં એકાગ્રતાથી ક્રમે સર્વ કર્મ ક્ષય કરી આત્મા પરમાત્મા બને છે.
આત્મગનું વચન દ્વારા વર્ણન કેમ કરી શકાય? કારણ વચન તે જડ છે, જ્યારે આત્મા તે જ્ઞાનરૂપી છે. માટે જે આત્માથી આત્માને જાણે છે, અનુભવે છે તેને આત્મસિદ્ધિ થાય છે.