________________
સમાધિ-સાધના
૨૦૯
આ આત્મા પાણીથી ભીંજાય તેમ નથી, અગ્નિથી બળે તેમ નથી, તેમ તીણ તરવારથી તે છેદાય તેમ નથી. પાણી, અગ્નિ, આયુધ, રેગ વગેરેથી શરીરને બાધા થાય છે પરંતુ આત્માને નહીં. આત્મા શરીરમાં આકાશના રૂપમાં પુરુષાકાર થઈને રહે છે.
આ શરીર નાશશીલ છે. આત્મા અવિનાશી છે. શરીર જડસ્વરૂપ છે. આત્મા ચેતનસ્વરૂપ છે. શરીર ભૂમિ સમાન છે. આત્મા આકાશ સમાન છે. આ પ્રમાણે શરીર અને આત્મા પરસ્પર વિરુદ્ધ પદાર્થ છે.
આ શરીર કારાગ્રહવાસ છે. આયુષ્ય હાથકડી (બેડી) છે. જન્મ જરા મરણ અનેક બાધાઓ ત્યાં થનાર કષ્ટ છે.
પિતાના મહત્વપૂર્ણ સ્વરૂપને નહીં સમજવાથી આ આત્મા વ્યર્થ જ આ શરીરમાં કષ્ટ પામી રહ્યો છે. એ દુઃખની વાત છે.
આ આત્મા ત્રણ લેક સમાન વિશાળ છે. અને ત્રણ લેકને પોતાના હાથથી ઉઠાવવાને સમર્થ છે, પરંતુ કર્મવશ થઈને બીજમાં છુપાયેલા વૃક્ષની સમાન આ જડ દેહમાં છુપાઈ રહ્યો છે, એ આશ્ચર્ય છે.
ત્રણ લેકની અંદર અને બહાર એ જાણે છે તથા દેખે છે અને કરેડ સૂર્ય કે ચંદ્ર સમાન ઉજજ્વળ પ્રકાશથી યુક્ત છે. પરંતુ ખેદ છે કે વાદળાંથી ઢંકાયેલા સૂર્ય સમાન એ કર્મથી ઢંકાઈ ગયો છે.
આ આત્મા શરીરમાં રહે છે છતાં એને કે શરીર નથી. એને જે કંઈ શરીર હોય તે તે જ્ઞાનરૂપી શરીર ૧૪