________________
૨૧૦
સમાધિ-સાધના છે. શરીરમાં રહેવા છતાં તે શરીરને સ્પર્શ કરતું નથી. પરંતુ શરીરમાં સર્વાગ તે વ્યાપ્ત છે.
આત્મા જિનેન્દ્ર કે સિદ્ધ સમાન શુદ્ધ છે. એ પ્રમાણે પ્રતિદિન પિતાના આત્માનું ધ્યાન કરવું. એ જિન સિદ્ધ ભક્તિ છે તથા નિશ્ચય રત્નત્રય છે અને મેક્ષને માટે સાક્ષાત્ કારણ છે. અચળ થઈને પિતાના આત્માને જ જિન સમજે. તે અભેદ ભક્તિ છે.
કઈ કઈ પવનાભ્યાસ (પ્રાણાયામ) વિના ધ્યાનને હસ્તગત કરી લે છે અને કેઈ એ વાયુને પિતાને વશ કરીને આત્મધ્યાન કરે છે. જ્યારે આ ધ્યાનની સિદ્ધિ થાય છે ત્યારે તેજસ કાર્મણ શરીર ઝરવા માંડે છે અને ચર્મનું આ શરીર પણ નષ્ટ થવા માંડે છે. પછી આ નિર્મળ આત્મા મુક્તિને પામે છે.
જેવી રીતે સૂર્ય વાદળોની વચમાં રહેવા છતાં પણ સ્વયં અત્યંત ઉજજવળ રહે છે તેવી જ રીતે કર્મોની વચમાં રહેવા છતાં પણ આ આત્મા નિર્મળ છે. આ પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજીને નિત્ય તેનું ધ્યાન કરે તે કર્મને નાશ થઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આત્માને શુદ્ધસ્વરૂપી જાણીને ધ્યાન કરવાથી આ આત્મા કર્મ દૂર કરીને શુદ્ધ થાય છે. આત્માને સિદ્ધ સ્વરૂપમાં દેખવાવાળા સ્વતઃ સિદ્ધ થાય છે, એમાં આશ્ચર્ય શું છે?
સ્ત્રી આદિકમાં શું સુખ છે?
એક ટીપા જેટલા સુખ માટે પર્વત સમાન દુઃખને ભાર ભેગવવા આ મનુષ્ય તૈયાર થાય છે, એ આશ્ચર્ય છે.