________________
૨૦૮
સમાધિ-સાધના
મારું સ્વરૂપ પણ આવું જ શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે,” એમ સમજમાં લાવી આંખ મીંચી ધ્યાન કરે તે આત્મા ઉજજવળ ચાંદનીની પૂતળી સમાન સવાંગમાં દેખાય છે.
આત્માનું જે સમયે દર્શન થાય છે તે સમયે કર્મ ઝરવા લાગે છે, સુજ્ઞાન અને સુખને પ્રકાશ વધવા લાગે છે, આત્માના અનંત ગુણને વિકાસ થવા લાગે છે. આત્માનુભવીને મહિમા કેણ વર્ણવી શકે? ધ્યાનરૂપી અગ્નિવડે તેજસ અને કાર્માણ શરીરને ભસ્મ કરી દઈ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરવી જોઈએ. ' હે મુમુક્ષુ ! આ ભ્રમજાળરૂપ સંસારથી બચવાની તારી ઈચ્છા હોય તે એ ભ્રમજાળરૂપ સંસારને દેખવા જોવા માટે તું જન્માંધવત્ બની જાય અને તારે સ્વાનુભવગમ્ય સમગ્ર જ્ઞાનમયી આત્મભાવ-સહજ આત્મસ્વરૂપ તેને દેખવા જેવા માટે તું સહસ સૂર્યવત્ અચળ થઈ જા.
દેહમાં સ્થિત શુદ્ધાત્માને જે દેખે છે એના હાથમાં કૈવલ્ય છે. એ સંયમી સાહસી છે, વીર છે. કર્મોને મૂળથી નાશ કર્યા વિના એ રહેતા નથી, એમ વિશ્વાસ કરે.
પરમાત્માનું દર્શન કરે. ધ્યાનરૂપી અગ્નિથી કાળ અને કર્મને ભસ્મ કરે ત્રણ દેહના ભારને દૂર કરી મુક્તિને પ્રાપ્ત કરે.
- કાષ્ટને જોરથી પરસ્પર ઘસવાથી જેમ અગ્નિ ઉસન્ન થાય છે તેમ “શરીર ભિન્ન છે, હું આત્મા ભિન્ન છું એમ સમજીને ભેદવિજ્ઞાનને અભ્યાસ કરે તે આત્માનું પરિજ્ઞાન થાય છે.