________________
સમાધિ-સાધના
૨૦૭
આશાપાશને તોડે. આશાઓને કેમ કરીને એકાંત વાસમાં જઈ આંખ મીંચી તેનું ચિંતવન કરે, તે તે અવસ્થામાં તે અત્યંત નિર્મળરૂપ બનીને જ્ઞાનમાં અવતરિત દેખાય છે.
તેને જોવાનો પ્રયત્ન કરે તે પણ તે એક દિવસમાં જોઈ શકાતું નથી. અભ્યાસ કરતાં કરતાં કેમે કરી તેનાં દર્શન થાય છે. પરંતુ એટલું અવશ્ય છે કે એકાદ દિવસમાં તે ન દેખાય તેપણ આળસ નહીં કરતાં બરાબર પ્રયત્ન કરવું જોઈએ, અધ્યાત્મને અભ્યાસ કરે જોઈએ.
આ પ્રકારની અભેદભક્તિથી કર્મોને નાશ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. સર્વ ધર્મોમાં આ જ ઉત્કૃષ્ટ ધર્મ છે. સજજન એને સ્વીકાર કરે છે. જેનું ભાવી ખરાબ છે એવા અભવ્ય એને સ્વીકાર કરતા નથી.
જ્ઞાનરૂપી શરીરને ધારણ કરી પૌગલિક શરીરભારથી રહિત થઈ પિતાના સ્વાધીન સહજ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે મુક્તિ છે.
આત્મામાં વિકાર ઉત્પન્ન કરાવનાર ઇંદ્રિયને રેકીને, શ્વાસના વેગને મંદ કરીને, મનને સંયમિત કરીને, ચારે તરફ દેખનાર આંખને મીંચીને સુજ્ઞાન નેત્રથી દેખવાથી આ આત્મા પ્રત્યક્ષ થાય છે
આ આત્મા પિતે પિતાને જેવા મંડી પડે તે શરીરને નાશ થાય છે. બીજા કેઈ હજારે ઉપાયે તે શરીરના નાશ માટે કરાય તે પણ તે નિરર્થક છે. પિતાથી ભિન્ન એવાં કર્મોને નાશ કરી આત્મા પોતે જ મુક્તિ સામ્રાજ્યને પામે છે.
ભગવાનની પ્રતિમાને જોતાં હું પણ આવે જ છું,