________________
સમાધિ-સાધના
૨૦૫
सम्यग्दृष्टर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्मात् ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात् सर्वतो रागयोगात् ॥
–શ્રી સમયસાર સમ્યગદૃષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન અને વૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. તે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મુક્તિવડે પિતાના વસ્તુસ્વભાવના અનુભવને પ્રેમી થઈ જાય છે, કેમકે તેમણે તત્વષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. એટલા માટે તે સર્વ રાગનાં કારણેમાંથી વિરક્ત થઈને પિતાના આત્માના સ્વભાવમાં વિરામ કરે છે. નિરંતર આત્મરમણતામાં જ નિમગ્ન રહે છે.
૪. સહજાભદર્શન ભાવના (૨)
(શ્રી “ભરતેશવૈભવમાંથી) સંસાર દુઃખમય છે. સિદ્ધકમાં સુખ છે. તે તે અવિનાશી સુખ પ્રાપ્ત કરવાને ઉપાય શું?
કર્મની જાળને જે નાશ કરે છે તે સર્વ સિદ્ધના જેવા સુખી થાય છે.
કર્મનાશ કરવાને ઉપાય શું?
ગુરુભક્તિ, જિનેન્દ્રભક્તિ, સિદ્ધભક્તિ આદિ સ&િયાઓથી કર્મને નાશ કરી શકાય છે. વિચાર કરતાં એ ગુરુભક્તિ, જિનેન્દ્રભક્તિ કે સિદ્ધભક્તિ ભેદ અને અભેદ એ બે પ્રકારની છે. પિતાની સામે ભગવાનની પ્રતિકૃતિને રાખીને