________________
૨૦૪
સમાધિ-સાધના सिद्धान्तोऽयमुदात्तचित्तचरितर्मोक्षाथिभिः सेव्यतां । शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम पर द्रव्यं समग्रा अपि ।
-શ્રી સમયસાર કળશ ઉજજ્વળ ચિત્તવાળા તથા ઉજજવળ ચારિત્રવાળા, મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંત સેવવા યોગ્ય છે કે હું તે એક શુદ્ધ, કર્મ રહિત, ચૈતન્યસ્વરૂપ પરમ જ્યોતિમાત્ર સહજાત્મસ્વરૂપ સદાય છું. મારાથી ભિન્ન લક્ષણવાળાં આ નાના પ્રકારના ભાવે ઉદ્ભવે છે તે હું કે મારું સ્વરૂપ નથી, કારણકે તે સર્વ મારાથી ભિન્ન એવાં પરદ્રવ્ય છે. । एकश्चितश्चिन्मय एव भावो भावा परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः ।।
--શ્રી સમયસાર - ચિન્મય-જ્ઞાનદર્શનમય ચેતના –એ એક જ ભાવ ચૈતન્ય પિતાને છે, તે સિવાય જે બીજા ભાવે છે તે પરના, પુદ્ગલના છે. તેથી એક ચિન્મય ભાવ આત્મભાવ જ ગ્રહણ કરવા યેાગ્ય છે, તે સિવાયના બીજા ભાવે સર્વથા ત્યાગવા લાગ્યા છે.
मा मुमह मा रज्जह मा दूसह इट्टणि?अ→सु । थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए ।
–શ્રી દ્રવ્યસંગ્રહ જે તમે નાના પ્રકારના ચિત્તલયરૂપ ધ્યાનની પ્રસિદ્ધિ માટે ચિત્તની સ્થિરતા કરવા ઈચ્છતા હે તે ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થોમાં મેહ કરે મા, રાગ કરે મા, કે દ્વેષ કરે મા.