________________
સમાધિ-સાધના
૨૦૩
જ દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર ' ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ —શ્રી અધ્યાત્મસાર
આત્માને જાણ્યા તે પછી બીજું કંઇ જાણવા ચેાગ્ય બાકી રહેતું નથી. અને જો આત્માને જાણ્યા નથી તેા પછી ખીજું સર્વ જ્ઞાન નિરર્થક છે.
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ —શ્રી અધ્યાત્મસાર
બ્રહ્મરૂપ શુદ્ધ સહાત્મસ્વરૂપમાં નિવાસ કરી રહેલા બ્રહ્મજ્ઞાની તા બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચર્ય ? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ‘અહા ! સત્પુરુષનાં વચનામૃત !’
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव । अस्मिन् गुरुत्वबुद्धघा सुतरः संसारसिन्धुरपि ॥
—શ્રી અધ્યાત્મસાર
વિદ્વાન પુરુષે એનું (બ્રહ્મજ્ઞનું) ધ્યાન કરવા લાયક છે. એને જ સેવવા લાયક છે. અને એની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિષે ગુરુબુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખેથી તરવા લાયક થાય છે.