________________
૨૦૨
સમાધિ-સાધના
પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિજ્ઞાનદર્શન મૂળ સ્વરૂપે જીવના જીવ તે જ મારું સહજ સ્વરૂપ છે એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ.
૩. સહજાન્માન ભાવના नित्यानन्दमयं शुद्धं चित्स्वरूपं सनातनं । पश्यात्मनि परं ज्योतिरद्वितीयमनव्ययम् ।।
-શ્રી જ્ઞાનાર્ણવ પિતાના આત્મામાં લીન થઈને પિતાના આત્માને એ જે કે હું નિત્ય આનંદમય છું, શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું, સનાતન છું, અવિનાશી છું, પરમ તિ કેવળજ્ઞાન પ્રકાશસ્વરૂ૫ છું, અદ્વિતીય છું, અને અનવ્યય અર્થાત્ પર્યાય અપેક્ષાએ વ્યય સહિત છું. દ્રવ્યરૂપે અવ્યય શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું.
· स्वरूपदर्शनं प्रलाध्यं पररूपेक्षणं वृथा । एतावदेव विज्ञानं परंज्योतिःप्रकाशकम् ।
–શ્રી અધ્યાત્મસાર નિજ શુદ્ધ સહજાત્મસ્વરૂપનું દર્શન એ જ એક પ્રશંસવા ગ્ય સર્વોત્તમ કાર્ય છે. તે સિવાય અન્ય પર રૂપને જેવું તે વૃથા છે. પરંતિ , કેવળજ્ઞાનસ્વરૂપ નિજ સહજાભ. સ્વરૂપને પ્રગટ કરવા આટલું જ વિજ્ઞાન સમર્થ છે.
“હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લેકાલેકને જાણશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તે નિવર્તિ અને એક નિજ સ્વરૂપને વિષે