________________
૨૦૧
સમાધિ-સાધના
હે આત્મન્ ! તું પિતાના સહજ શુદ્ધ આત્મામાં જ સ્થિત થઈને, પિતાને, સમસ્ત લેશેથી રહિત, અરૂપી, પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, વિકથી રહિત, અતીન્દ્રિય સ્વરૂપ દેખ, જે, અવેલેક; અંતર્મુખ થઈ અંતર્મગ્ન થા! ૨. “અહજાત્મસ્વરૂપ માં જ ત્રિકાળ વાસ
| (શ્રી “ઉપદેશામૃતમાંથી) ૧. સનાતન ઉપગ એ મારે શાશ્વત ધર્મ મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું. અર્થાત જોગને એટલે દેહને સ્વસ્વરૂપ નહીં માનું.
૨. સદ્દગુરુએ અનંત દયા કરીને આપેલા “સહજાત્મસ્વરૂપ” ને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલાદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કપીને એમાં હવે પછી ભરમાઈશ નહીં. અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને સહજાન્મસ્વરૂપ” માં જ ત્રિકાળ વાસ કરીને રહીશ.
૩. અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું જે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એ જે દેહ તેને સ્વસ્વરૂપ નહીં માનું.
૪. શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બાહ્ય વૃષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાંને નહીં જોઉં. તે તે ચમારની વૃષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાંને વિષે રંજન થાય. હું તે દિવ્ય નેત્રવાળે દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ, ગુરુગમે.
૫. ત્રણે કાળ એક સ્વરૂપે રહેનારું એવું જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય, જ્ઞાનમૂર્તિ તેને મૂકીને જડ-અજીવમાં નહીં