________________
૨૦૦
સમાધિ–સાધના
મારે આત્મા જ વિજ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે એ નિશ્ચય છે. એ સિવાય બીજા સર્વ પદાર્થ મારાથી બાહ્ય ભિન્નરૂપ સંગમાત્ર છે. એ અનુભવ કરવાથી રત્નત્રય અને આત્મામાં કંઈ પણ ભેદ રહેતું નથી.
अयमात्मैव सिद्धात्मा स्वशक्त्याऽपेक्षया स्वयम् । व्यक्तीभवति सद्धयानवह्निनाऽत्यन्तसाधितः ॥
--શ્રી જ્ઞાનાર્ણવ આ આત્મા જ સ્વશક્તિ અપેક્ષાએ સંસાર અવસ્થામાં પણ સિદ્ધસ્વરૂપ છે. અને સધ્યાનરૂપી અગ્નિવડે અત્યંત સાધના કરવાથી વ્યક્તરૂપ પ્રગટપણે સિદ્ધ થાય છે, અર્થાત્ અષ્ટ કર્મને નાશ કરી પ્રગટ સિદ્ધ પરમાત્મા બને છે.
एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतस्कन्धः स तदर्थं प्रपञ्चितः ॥
–શ્રી જ્ઞાનાર્ણવ આ આત્મા જ પરમ તત્વ છે, અને એ જ શાશ્વત જ્ઞાન છે, તેથી દ્વાદશ અંગરૂપ સમસ્ત શ્રુતસ્કન શાસ્ત્ર રચના આ આત્માને જ જાણવા માટે વિસ્તૃત કરેલ છે.
अपास्य कल्पनाजालं चिदानंदमये स्वयम् । यः स्वरूपे लयं प्राप्तः स स्याद्रत्नत्रयास्पदम् ॥
–શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષ કલ્પનાજાળને દૂર કરીને પિતાના ચૈતન્યરૂપ તથા આનંદમયસ્વરૂપ, સહજાત્મસ્વરૂપમાં લયને પામે તે જ નિશ્ચય રત્નત્રયનું ધામ બને છે.
निःशेषक्लेशनिर्मुक्तममूतं परमाक्षरम् । निष्प्रपंचं व्यतीताक्षं पश्य स्वं स्वात्मति स्थितम् ॥
–શ્રી જ્ઞાનાવ