________________
સમાધિ-સાધના
૧૯૫
ઇંદ્રિય, જેઓ આત્માનું સ્વહિત સાધવામાં ઘૂર્ત છે, તે પાંચેથી, હું સંસારમાં પરિભ્રમણ કરું છું અને તેમાંથી ખરેખર છેતરાઉં છું.
હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી, તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણ નથી. વળી તું દુઃખ પર દ્વેષ કરે છે અને સુખ મેળવવાને ઈચ્છે છે પણ તેનાં કારણે નહીં જાણતે હેવાથી તે તે ઈચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ? | સર્વ સંજ્ઞાવાળાં પ્રાણીઓ કામને જાણે છે, તેમાંથી કેટલાંક અર્થ (ધનપ્રાપ્તિ)ને જાણે છે, અને તેમાંથી પણ કેટલાંક જ ઘર્મને જાણે છે, તેમાંથી ચેડાં જ સર્વજ્ઞ ભાષિત શુદ્ધ દેવગુરુયુક્ત સદ્ધર્મને જાણે છે. તેમાં પણ શેડાં જ મેક્ષને કે મેક્ષનું અનન્ય કારણ એવી સમતા કે વીતરાગતાને જાણે છે-પરિણામે પ્રશમ રસરૂપ અમૃતનું પાન કરી પરમ કૃતાર્થ થાય છે.