________________
૧૯૪
સમાધિ-સાધના
હે ચેતન ! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદાસીનતા સેવ. જે તારે સસુખને અનુભવ લે હેય તે ઉદાસીનતા સેવ.
સપુરુષના સમાગમનું ફળ એ ઉદાસીનતા છે. આગમને, સલ્ફાસ્ત્રને સાર એ ઉદાસીનતા છે, ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે. એવી એ ઉદાસીનતા ઉચ્ચ-ઉદાર છે માટે તેનું સેવન કર.
હે આત્મા ! જગતના સર્વ જીવે ઉપર મૈત્રી ભાવ ઘારણ કર, સર્વ ગુણવાન આત્માઓ પ્રતિ પ્રમેદ હર્ષ ભાવથી જે, સંસાર દુઃખથી પીડાતાં પ્રાણી ઉપર અનુકંપા રાખ અને નિર્ગુણ પ્રાણીઓ ઉપર ઉદાસીન માધ્યસ્થ ભાવ રાખ.
ઉદાસીનતા એ અમૃત છે. સંત પુરુષે એ અમૃતને વારંવાર આસ્વાદ લે છે. એવા આનંદના ઉચ્ચ તરંગે વડે જીવનારાઓ આ સંસારમાં મુક્તિસુખને પામે છે.
હે ચેતન! સર્વ ચેતન અચેતન પદાર્થોમાં રહેલા સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને શબ્દમાં તારું ચિત્ત સમતા પામે તે મેક્ષનું સુખ તારા હાથમાં આવી જશે. इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं
स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थं रिन्द्रियभ्राम्यमाणः _ स्वहितकरणधूतः पञ्चभिर्वञ्चितोऽस्मि ॥
આ મધુર રીતે ગવાયેલ ગાયન, આ નાચ, આ રસ, આ સુગંધી, આ સ્તનને સ્પર્શ, --આવી પરમાર્થને હણનારી