________________
સમાધિ-સાધના
૧૯૩
न यस्य मित्रं न च कोऽपि शत्रु
ના ઘરે વાર ન નાતે | न चेन्द्रियार्थेषु रमेत चेतः
कषायमुक्तः परमः स योगी ॥ જેને કઈ મિત્ર નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ પિતાને નથી તેમ કઈ પારકે નથી, જેનું મન કષાય રહિત થઈ વિષયમાં રમતું નથી તે પુરુષ મહાયોગી છે.
હે પરમાર્થને જાણનાર ! નિરંતર અભ્યાસના વેગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદવાવાળી મેલ સંપત્તિએ તને એકદમ હસ્તગત થઈ જાય.
प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥
-શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જે કર્મો કરડે જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવાથી પણ ક્ષય કરી શકાય નહીં તેને સમતાના અવલંબનથી એક ક્ષણમાત્રમાં નાશ થાય છે.
હે આત્મન ! સર્વ પદાર્થો ઉપર સદા સમતા ભાવ લાવીને, અસંગપણું પ્રાપ્ત કર. હે વિદ્વન ! તું જાણું લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે. ' તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું ચિંતન કર કે જેનાથી તેને સમતારૂપ અમૃતને સ્વાદ આવે.
આ સમતા અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્ર સમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે. હે પંડિતજને! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનગી અહીં પણ મેળવે.
૧૩