________________
૧૯૨
સમાધિ-સાધના
જે સુખ છે તે સુખ ચક્રવતીને અને ઇંદ્રને પણ નથી. શાંતરસ મેળવવામાં ધનને વ્યય કરે પડતું નથી, શરીરને શેકવું પડતું નથી, મનને ચિંતામાં નાખવું પડતું નથી, ધમાલ કરવી પડતી નથી. | સ્વર્ગસુખ પક્ષ છે અને મોક્ષસુખ તે તેથી પણ વધારે પક્ષ છે. પ્રથમ સુખ પ્રત્યક્ષ છે, વિના મૂલ્ય પ્રામ થાય છે અને તે પરવશ નથી. આ ભવ પરભવમાં આનંદનું સાધન શાંતરસ છે એટલું જ નહીં પણ અનંત આનંદ–મેક્ષસુખ તે પણ શાંત રસથી જ પ્રાપ્ય છે. | હે મોક્ષાર્થી ! તું સમતાને વિષે લીન ચિત્તવાળો થા ! સ્ત્રી, પુત્ર, ધન, ધામ ઉપર મમતા તજી દે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ઇંદ્રિયના વિષયે અને કેધ, માન, માયા, લેભ એ કષાયને વશ થા નહીં ! શ્રુતજ્ઞાનરૂપ લગામ વડે તારા મનરૂપી અશ્વને તું વશ રાખ, સ્વાધીન રાખ. વૈરાગ્ય અને વિવેકે કરી શુદ્ધ નિષ્કલંક ઘર્મવાન થા ! દેવગુરુધર્મના શુદ્ધ
સ્વરૂપને જાણનારે થા ! સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારણ કર ! સંવરયુક્ત થા ! વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ !
હે ચિત્તરૂપ બાળક! તું ભાવનારૂપ ઔષધિઓને જરા પણ દૂર કરીશ નહીં. તેથી દુર્યાનરૂપ ભૂત તને છેતરી શકશે નહીં.
રાજા, ચકી અને દેવેન્દ્રોને સર્વ ઇંદ્રિના પદાર્થોથી જે સુખ થાય છે તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાને સુખને આદર.