________________
અંતિમ સાધના
૧. પિગીગમ્ય રહસ્ય एगोहं नत्थि मे कोइ नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥
હું એક છું. મારું કેઈ નથી. હું અન્ય કેઈને નથી. એ પ્રમાણે અદીન મનવાળે થઈને હું પોતે પિતાને શિખામણ આપું છું.
एगो मे सस्सदो अप्पा गाणदसणलक्खणो । सेसा मे बाहिराभावा सव्वे संजोगलक्खणा ॥
એક જ્ઞાનદર્શન લક્ષણવાળે શાશ્વત આત્મા એ જ મારે છે, બાકીના સર્વ સંગજન્ય વિનાશી પદાર્થો મારાથી ભિન્ન છે.
संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा । तह्मा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ॥
આ જીવને પરદ્રવ્યના સંગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે માટે મન વચન કાયાથી સર્વ સંગ સંબંધને હું તર્જુ છું
मत्ति परिवज्जामि णिममत्तिमुवट्टिदो । आलंबणं च मे आदा अवसेसाई वोसिरे ॥
–શ્રી અષ્ટપાહુડ શરીરાદિ સર્વ પરમાંથી હું મમત્વને અત્યંત તજી દઉં છું અને નિર્મમતાને, અકિંચનભાવને ધારણ કરું છું. આત્મા જ એક મારું આલંબન છે, બાકી સર્વ પરને હું તજી દઉં છું.