________________
૧૯૦
સમાધિ-સાધના
સદાને માટે દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં (આત્માને) નિશ્ચિતપણે સ્થાપન કર. તથા ચિત્તને પરભાવમાં જતું રેકીને અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ તે મેક્ષમાર્ગનું ધ્યાન કર. તથા કર્મચેતના અને કર્મફળરૂપ ચેતનાને સર્વથા ત્યાગ કરવા વડે શુદ્ધ જ્ઞાનચેતનાવાળો થઈને દર્શન જ્ઞાન ચારિત્રરૂપ તે મેક્ષમાર્ગને પરમ સમતારસભાવે અનુભવ કર. પ્રત્યેક ક્ષણે સ્વાભાવિકપણે વધતા તે સ્વાનુભવમાં તન્મય પરિણામવાળે થઈને દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મેક્ષમાર્ગમાં વિહાર કર. એ રીતે જ્ઞાનસ્વરૂપ એક મેક્ષમાર્ગનું જ અચળપણે અવલંબન કરતે યરૂપે ઉપાધિના કારણે થતાં એવાં જે ચારે બાજુથી દેડી આવતાં સર્વ પદ્રવ્યો તેમાં ગમન કરીશ નહીં. અર્થાત્ આત્માની પરિણતિને સ્વસ્વરૂપમાં જ જોડી રાખ. જ્ઞાનમાં ઝળકતા એવા પરદ્રવ્યોમાં બિલકુલ જવા દઈશ નહીં.
જે આત્મા ભગવાન એક પૂર્ણ વિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ પ્રયત્નથી સ્થિતિ કરશે તે આત્મા સાક્ષાત્ તક્ષણ વધતા ચૈતન્ય એક રસથી ભરપૂર સ્વભાવમાં સુસ્થિત નિરાકુળ પરિણતિ વડે પરમાનંદ શબ્દથી કહેવાતું ઉત્તમ અનાકુળ લક્ષણવાળું જે મોક્ષસુખ તે રૂપ પિતે થશે.
૪ પ્રશમરસનું પાન-૨ (શ્રી શાંતસુધારસભાવના તથા અધ્યાત્મક૯પમ આદિમાંથી)
હે સાધક! તું શાંત રસનું પાન કર. એ શાંત સુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અર્થાત્ પરમાત્મપણું પ્રાપ્ત થાય છે. એથી કેવળજ્ઞાન પ્રગટે છે, માટે જેમાં સાર