________________
સમાધિ-સાધના
૧૮૯
પૂર્વે અજ્ઞાન ભાવથી ઉપાર્જન કરેલાં કર્મોરૂપી વિષવૃક્ષનાં ફળ ઉદય આવે છે, તેને જે ભેગવતા નથી, (પુણ્યપાપના ઉદયમાં રુચિ-અરુચિ કરતા નથી, હું ભેગવું છું એ ભાવ કરતા નથી, પરંતુ સ્વાનુભવથી તૃપ્ત રહે છે, તેઓ વર્તમાન કાળે (સંસારમાં સ્વર્ગાદિક સુખેથી) રમણીય અને ભાવિમાં પણ (મેક્ષરૂપ ફળને આપનાર હોવાથી) રમ્ય એવી કર્મભાવથી રહિત સ્વાધીન સુખરૂપ અન્ય દશાને પામે છે.
કર્મથી અને કર્મના ફળથી અત્યંત વિરતિને નિરંતર ભાવીને અને એ રીતે સ્પષ્ટપણે સંપૂર્ણ અજ્ઞાન ચેતનાને પ્રલય કરીને તથા ચારે બાજુથી પિતાના રસને પ્રાપ્ત કરતા સ્વભાવને પૂર્ણ કરી પિતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા એવા જ્ઞાનીજને હવે પછી સર્વ કાળ માટે પ્રશમરસને પીએ ! આત્મશાંતિને અનુભવે !
પિતાની સર્વ શક્તિઓને પરમાં જતી રોકીને જેણે આત્મામાં લીન કરી છે, અંતર્મુખ કરી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં જે સારી રીતે ધારણ થવું તે આ લેકમાં અશેષ ત્યાગ કરવા ગ્ય સર્વથા ત્યાગ કરાયું. અને અશેષ ગ્રહણ કરવા 5 સર્વથા ગ્રહણ કરાયું.
શુદ્ધાત્માનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની એકતારૂપ આત્માનું તત્વ છે માટે મુમુક્ષુએ તે જ આત્મતત્ત્વરૂપ મોક્ષમાર્ગ સદાય સેવવા ગ્ય છે.
અનાદિકાળથી સંસારમાં આ આત્મા પિતાની પ્રજ્ઞાના દેષથી પરદ્રવ્યને આધારે થતા રાગદ્વેષમાં વર્તે છે. ત્યાંથી એ જ પ્રજ્ઞાન ગુણ વડે આત્માને પાછા વાળી હવે હે ભવ્ય !