________________
૧૮૮
૩. પ્રશમરસનું પાન ( શ્રી ‘સમયસાર’માંથી )
સમાધિ-સાધના
મનથી, વચનથી, કાયાથી કરવું કરાવવું અને અનુમેદવું એ ત્રિવિધ ત્રિવિધરૂપ અને વર્તમાન ભૂત ભવિષ્ય એ ત્રિકાળ સંબંધીનાં સર્વ કર્મોને છોડીને હું પરમ નિષ્કર્મતારૂપ જ્ઞાનચેતનાનું અવલંબન કરું છું.
મેાહને વશ થઈને ભૂતકાળમાં મેં જે જે કર્મો કર્યોં તે સમસ્ત કર્મીનું પ્રતિક્રમણ કરીને ચૈતન્ય સ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવર્ડ હું નિત્ય વસ્તું છું.
પૂર્વે માઠુના વિલાસથી ઉત્પન્ન કરેલાં જે આ કર્મ વિકાસ પામીને વર્તમાનમાં ઉદયમાં આવે છે, તે સમસ્ત કર્મને આલેાચીને, ભિન્ન વિચારીને ચૈતન્ય સ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વસ્તું છું.
એમ ભવિષ્ય સંબંધી સર્વ કર્મનું પ્રત્યાખ્યાન કરીને માહુ રહિત થયેલા એવા હું ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે નિત્ય વસ્તુ છું.
આ પ્રમાણે ત્રણે કાળનાં સમસ્ત કર્મને આત્માથી ભિન્ન કરીને, ત્યાગીને શુદ્ધ નિશ્ચયનયનું અવલંબન લેનારા અને મેહુ જેના વિલય પામ્યા છે એવા હું વિકારાથી રહિત ચૈતન્ય માત્ર આત્માનું અવલંબન કરું છું.
પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મરૂપી વિષવૃક્ષનાં ફળા મારા ભોગવ્યા સિવાય જ ગળી જાઓ અર્થાત્ પુણ્ય તથા પાપ બન્ને વિના ભાગવ્યે નાશ પામે. હું તે ચૈતન્ય સ્વરૂપ મારા આત્માને અચળપણે સમ્યક્ પ્રકારે ભાગવું છું.