________________
સમાધિ-સાધના
૧૮૫
એ થે પ્રકારની આરાધનાપૂર્વક સર્વ મમતા અને મેહને ત્યાગ કરી વીતરાગભાવ, અસંગભાવમાં સ્થિર થઈ સમાધિને સાધવા તત્પર થયે છું.
सव्वे जीवा कम्म वस्स, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ मुज्झवि तेह खमंत ॥
ચૌદ રાજલેકમાં કર્મવશ ભ્રમણ કરી રહેલા સર્વ જીને મેં ખમાવ્યા છે, મને પણ તે સર્વ ક્ષમજો.
जं जं मणेण बद्धं ज जं वाएण भासि पावं । जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥
આ ભવમાં, પૂર્વે અનંતા ભવમાં, આજ દિન અક્ષણ પર્યત રાગદ્વેષ અને અજ્ઞાનવશે, જાણતાં અજાણતાં મેં જે જે પાપ મન વડે ઉપાર્યું હોય, જે જે વચન વડે બાંધ્યું હોય અને જે જે કાયા વડે કર્યું હોય તે સર્વ દુષ્કૃત, પાપ મિથ્યા થાઓ ! ક્ષમા થાઓ !
साम्यं मे सर्वभूतेषु वैरं मम न केनचित् । आशां सर्वां परित्यज्य समाधिमहमाश्रये ॥
–શ્રી નિયમસાર, સર્વ જી પ્રત્યે હું સમભાવ ઘારણ કરું છું. કેઈ સાથે મારે વેરભાવ નથી. સમસ્ત ઈચ્છાઓ, આશા તજીને હું સમાધિભાવને આશ્રય કરું છું. આત્મધ્યાનમાં લીન થાઉં છું. जय वीयराय जगगुरु होउ मम तुह पभावओ भयवं । भवनिवेओ मग्गाणुसारिआ इट्टफलसिद्धि ॥ लोगविरुद्धच्चाओ गुरुजणपूआ परथ्थकरण च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥