________________
૧૮૪
સમાધિ-સાધના
જે કેઈ મારે મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હેય કે શત્રુ હોય તે સર્વ મારા અપરાધને ખમે, હું તે સર્વને ખમું છું તે સર્વની સાથે મારે સમતા ભાવ છે. મેં તિર્યંચના ભામાં તિર્યને, નારકીના ભાવમાં નારકીઓને, મનુષ્યના ભેમાં મનુષ્યને, તથા દેવભવમાં દેવને જે કાંઈ દુઃખ આપ્યું હોય, તે સર્વ મારે અપરાધ ક્ષમા કરે, હું તે સર્વને ક્ષમાવું છું. અને મારે તે સર્વને વિષે મિત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષમી, રૂપ અને પ્રિયજનને સમાગમ તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગ જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને વિતરાગ ભગવાને કહેલા ધર્મ વિના બીજું કઈ શરણ નથી. સર્વે જ સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તે તેમને વિષે કો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંધ કરે? કઈ ન કરે. અરિહંત મારું શરણ હે, સિદ્ધ મારું શરણ હો, જ્ઞાની ગુરુરાજનું મને શરણ હે, કેવલી ભગવાનને કહેલે થર્મ મને શરણ હે.
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं, नमो लोए सव साहूणं ॥ एसो पच नमुक्कारो सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेसि पढमं हवइ मंगलं ॥
અત્યારથી જીવનપર્યંત હું ચતુર્વિધ આહારને ત્યાગ કરું છું અને છેલ્લા શ્વાસોચ્છવાસે આ દેહને પણ હું તજું છું.
આ પ્રમાણે દુષ્કર્મની નિંદા, સર્વ જીવેની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન