________________
સમાધિ–સાધના
૧૮૩
છે તેમાં કોઈ પણ પ્રકારે મારાથી જાણતાં અજાણતાં મન વચન કાયાથી અતિચાર થયેલ હોય તેને હું ત્રિવિધ નિંદું છું. નિઃશંકિત વગેરે આઠ પ્રકારના દર્શનાચારમાં જે કઈ અતિચાર લાગ્યું હોય તેને હું ત્રિવિષે સરાવું છું. મેહથી અથવા લેભથી જે મેં સૂક્ષ્મ અથવા બાદર પ્રાણુઓની હિંસા કરી હોય તેને હું ત્રિવિધે સરાવું છું. હાસ્ય, ભય, કે કે લેભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવા પૂર્વક હું આલેચના કરું છું. રાગથી અથવા શ્રેષથી થોડું કે ઘણું જે કંઈ અદત્ત પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વને હું ત્યાગ કરું છું. પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી મેં સેવન કર્યું હોય તેને હું ત્રિવિધ તજું છું. લેભના દોષથી બહુ પ્રકારે મેં ધન ધાન્ય અને પશુ વગેરેને જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધાન્ય, ઘર અને બીજી કઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરું છું.
ઇંદ્રિયથી પરાભવ પામીને-રસેન્દ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારને આહાર રાત્રે વાપર્યો હોય તેને પણ હું ત્રિવિધે નિંદું છું. કૅધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, લેશ, ચાડી, પરનિંદા, જૂઠું આળ અને બીજું પણ જે કાંઈ દુષ્ટ આચરણ મેં કર્યું હોય તે સર્વને ત્રિવિશે હું તજું . બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કંઈ અતિચાર લાગે હોય તેને હું નિંદું છું. ધર્મ ક્રિયા કરવામાં જે કાંઈ છતા વીર્યને પડ્યું હોય તે વર્યાચાર સંબંધી દેશેની પણ હું ત્રિવિશે નિંદા કરું છું.