________________
.
અંતિમ આલોચના
૧. ખતમ ખામણાં चत्तारिमंगलं, अरिहता मंगलं; सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नतो धम्मो मंगलं ॥ चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नतो धम्मो लोगुत्तमो।
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरण पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नतं धम्म सरणं पधज्जामि ।
ચાર મંગલ, ચાર લેકેરમ અને ચાર શરણ મેં અંગીકાર કર્યો છે.
અરિહંત ભગવાન મંગલસ્વરૂપ છે, સિદ્ધ ભગવાન મંગલસ્વરૂપ છે, સાધુ જ્ઞાની ભગવંત મંગલસ્વરૂપ છે, કેવલી ભગવાનને બેથેલે ઘર્મ મંગલસ્વરૂપ છે.
અરિહંત ભગવાન લેકમાં સર્વોત્તમ છે, સિદ્ધ ભગવાન લેકમાં સર્વોત્તમ છે, સાધુ જ્ઞાની ભગવંત સદ્ગુરુરાજ લેકમાં સર્વોત્તમ છે, કેવલી ભગવાને પ્રરૂપેલો ધર્મ લેકમાં સર્વોત્તમ છે.
અરિહંત ભગવાનનું શરણ સ્વીકારું છું, સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું, સાધુ-જ્ઞાની સદ્દગુરુરાજનું શરણ સ્વીકારું છું, કેવલી ભગવાનના પ્રરૂપેલ ધર્મનું શરણ સ્વીકારું છું. નિશ્ચયથી શુદ્ધ સહજાભસ્વરૂપી પિતાના આત્માનું શરણ સ્વીકારું છું.