________________
૧૭૮
સમાધિ–સાધના
શુદ્ધ ચિલ્પ નિજનિર્મળ આત્મતત્વને ધ્યાનથી સ્વરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ધ્યાન કમાગત અને અર્કમાગત એમ બે પ્રકારે કહ્યું છે.
સદ્દગુરુ આદિના સ ઘને બહુ પ્રકારે શ્રવણ કરીને, તથા અનેક સંસ્થાને વારંવાર અભ્યાસ કરીને તેને પરિણામરૂપે જે આત્મવિચારણા જાગી, આત્મધ્યાનની પ્રાપ્તિ થાય તે ક્રમે ક્રમે પ્રાપ્ત થતા ધ્યાનને કમાગત ધ્યાન કહ્યું છે.
સદ્ગુરુ આદિનાં સોથને બહુ પ્રકારે શ્રવણ કર્યો સિવાય, તેમજ વિશેષ પ્રકારે શાસ્ત્રના અભ્યાસ સિવાય શ્રીજિનેન્દ્ર ભગવાનને સર્વ સંધ અને સર્વ શાના રહસ્યના સારભૂત-મર્મભૂત એવા સદ્દગુરુના કેવલ એક વચનના અવલંબને જે આત્મધ્યાન પ્રગટે છે તે અકમાગત ધ્યાન કહેવાય છે. જેમ કે સગુરુએ આપેલ એક જ વચન મંત્રાક્ષર “મા રુષ, મા તુષ” આરાધતાં, બીજા કંઈ પણ શ્રવણ કે અભ્યાસ વિના શ્રી શિવભૂતિ મુનિને શુક્લધ્યાન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે અકમાગત ધ્યાન કહેવાય છે.
સપુરુષના એક પણ વચનને સમ્યક પ્રકારે આરાધતાં યાવત્ મેક્ષ થાય છે એવું જ્ઞાનીના વચનનું સામર્થ્ય જાણું તેને અપૂર્વ પ્રેમ અને પરમ ઉલ્લાસપૂર્વક આરાધવામાં તત્પર થવા મુમુક્ષુ જી સદાય જાગ્રત રહે ! જેથી અનંત સંસાર પરિભ્રમણને અંત આણનાર અપૂર્વ બધિ અને સમાધિસુખની પ્રાપ્તિ થઈ પરમ પદને પામવા ભાગ્યશાળી થવાય તથાસ્તુ