________________
સમાધિ-સાધના
૧૭૭
જિનમંદિરમાં જઈ પૂજા અર્ચા આદિ કરે છે. ત્યાર પછી દેવલોકમાંથી આવી મનુષ્યભવ પામી સમ્યગદર્શન આદિ રત્નત્રયરૂપ વિભૂષણને પામી શુદ્ધચિદ્રપના ધ્યાનમાં ફરી એકાગ્ર થાય છે. શુદ્ધચિપના ધ્યાનના બળે કરી સર્વ પ્રારબ્ધ કર્મને ક્ષય કરી એક ક્ષણમાં ગેલેક્સના અગ્રભાગે સિદ્ધિ સ્થાનમાં જાય છે. ત્યાં તે સાક્ષાત્ શુદ્ધચિદ્રપ પરમાત્મસ્વરૂપ સહજાત્મસ્વરૂપ બને છે. આઠ કર્મનો નાશ થવાથી આઠ ગુણ પ્રગટ થાય છે એવા પરમાત્મા અત્યંત નિ કુળ સસુખમાં અનંત કાળ પર્યંત વિરાજે છે. ધન્ય હો ! નમન હે ! તે સહજત્મસ્વરૂપ મુક્તાત્માઓને. ૧૩–૧૬
કમથી ચઢી કીડી તરુ પર સ્વાદુ ફલ શુકવત્ ગ્રહે, કમથી જ ચિપચિંતન શુદ્ધ સ્વસ્થિત ત્યમ લહે. ૧૭
પડે પણ ચડે રૂપ એકધારા પિતાના પુરુષાર્થથી, જેવી રીતે કીડી કમે કમે ચઢીને વૃક્ષ ઉપર રહેલા ફળને પોપટની માફક સહેલાઈથી ગ્રહણ કરે છે, તેવી જ રીતે પિતાના એકધારા પુરુષાર્થના કમે કરી મનુષ્ય પિતામાં રહેલા પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને પામી તેનું સ્મરણ, ચિંતન, ધ્યાન સહેલાઈથી કરી શકે છે. શુદ્ધચિદ્રપના ચિંતનથી પરિણામે અનંત સમાધિસુખમય મુક્તસ્વરૂપ પામીને અત્યંત કૃતાર્થરૂપ, ધન્યરૂપ બને છે. ગુરુ આદિનાં બહુ વચન સુણી, વળી ભણી શાસ્ત્ર અનેક જે, અભ્યાસ કરીને ધ્યાન લહીએ, કમાગત કર્યું ધ્યાન તે; જિન શાસ્ત્ર કેવલ સાર જે ગુરુ-વચન એક સુણી યદા, અભ્યાસ વિણ તધ્યાન પ્રાપ્તિ, અકમાગત તે તદા. ૧૮–૧૯ ૧૨