________________
૧૭૬
સમાધિ-સાધના પરિણામે સત્ક્રાંતિપ્રદ અનંત સુખમય શિવપદને પામી કૃતાર્થ થાય છે. નિર્મળ ચિદ્રપમાં લયની જે વાંછા છે હે ભવ્ય ! તને, તે તજ સર્વ કાર્ય, બહિરંતર, સંગ સંગતિ અન્યને. ૧૪
હે ભવ્ય ! જે તને તે શુદ્ધ ચિદ્રપમાં લય લગાવવાની ઈચ્છા હોય તે અન્ય સર્વ કાર્યોને છેડ, અન્ય સર્વ કર્તવ્યોની કલ્પનાને છેડ. લેક માત્રને સંગ પ્રસંગને છેડ. અને તેને અનુસરતા ચિંતનેને, ચાલેને, માર્ગોને ચિત્તમાંથી દૂર કર. આ મહામેલા સૂત્રને યથાર્થ હૃદયગત કર. નિશદિન નયનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયણ પાવે.”
–શ્રી સુંદરદાસ હરિગીત છદ જન શુદ્ધ ચિકૂપનું કરી સદ્દધ્યાન સુર અધુના થતા ઇંદ્રિય સુખ ત્યાં ભોગવી, જિનવાણી સુણવા પામતા. ૧૩ ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચરે પૂજાદિ આચરે, ત્યાંથી ફરી નર ભવ અને વળી રત્નત્રય ભૂષણ ઘરે. ૧૪ ત્યાં શુદ્ધ ચિદ્રપ ધ્યાનના બળથી કરમને ક્ષય કરે, ક્ષણ એકમાં ત્રણ લેક શિખરે સિદ્ધિસ્થાને જઈ ઠરે. ૧૫ અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રપ શુદ્ધ તે, રાજે અનંતા કાળ સુખમાં અષ્ટ ગુણ સમૃદ્ધ છે. ૧૬
આ વર્તમાન કાળમાં મનુષ્ય શુદ્ધ ચિકૂપનું ધ્યાન લક્ષ કરીને, દેવગતિ પામે છે. ત્યાં ધર્મજનિત ઇંદ્રિય સુખ ભેગવીને, વીતરાગ પરમાત્માની વાણીને સાંભળીને, સર્વ