________________
સમાધિ-સાધના
૧૭૫ સર્વ શત્રુને પરાજય કરી પરમ વિજયવંત વર્તે છે. તેને નિજ સહજ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને અનંત આત્મઐશ્વર્ય વ્યક્ત થાય છે. તે અનંત આત્મઐશ્વર્ય આગળ જગતનાં સર્વ ઇંદ્ર, નરેન્દ્ર, ચક્રવતી આદિ પદ ક્ષણભંગુર અને વ્યાકુળતામય હેવાથી અત્યંત તુચ્છ લાગે છે.
અનંત આત્મઐશ્વર્યના ધામરૂપ એ શુદ્ધ ચૈતન્ય સહજાન્મસ્વરૂપ પરમાત્મદશાને પુનઃ પુનઃ પરમ ભક્તિથી નમસ્કાર હે !
એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે અને જન્મમરણદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ !”
એ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત અપૂર્વ ભાવના મુમુક્ષુના ચિત્તમાં નિરંતર વિરાજિત થતાં, તેનું સતત પરિશીલન થતાં, તે અનુસાર સંસારને અભાવ થઈ શુદ્ધ પરમાત્મદશાને આવિર્ભાવ થતાં અનુક્રમે મુમુક્ષુ જીવે વિજયવંત વર્તે છે.
ચિંતા એ દુખ, સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને, નિર્મલ ચિદ્વપમાં લય લાગે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩
શુદ્ધ ચિદ્રપમાં અચલ લય લાગે છે ત્યાં અખંડ સશાંતિ પ્રગટે છે. આ સત શાંતિથી જીવને એમ સમજાય છે, તથા શ્રદ્ધામાં દૃઢ થાય છે કે ચિંતા એ દુઃખ છે, અને શાંતિ એ જ સુખ છે માટે સત્સુખનું મૂળ અને સર્વ ચિંતાના અભાવરૂપ અખંડ સત્ક્રાંતિ એ જ મુમુક્ષુનું ધ્યેય હોવાથી તે સ@ાંતિના ધામરૂપ શુદ્ધ આત્મામાં, પરમાત્મામાં અચલ લયરૂપ પરમ તન્મયતાના અભ્યાસને સેવે છે, અને