________________
સમાધિ-સાધના
૧૬૯ અતીન્દ્રિય સુખની શ્રદ્ધા પણ મહાભાગ્યને થાય છે. તે સસુખને પ્રગટ અનુભવી રહ્યા છે એવા જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમે મુમુક્ષુ જીવને તે સસુખની પ્રતીતિ સુલભતાથી થાય છે. અને ત્યારે જ તેની પ્રાપ્તિને માટે રુચિ જાગે છે, જે રુચિ યથાર્થ પુરુષાર્થમાં પ્રેરી જીવને સન્મુખ સન્મુખ કરે છે. | માટે સત્સુખના ઘામરૂપ સપુરુષ કે જેના દર્શનસમાગમ ભેગે આ જીવ સત્સુખમાં રુચિવંત, પ્રીતિવંત, શ્રદ્ધાવંત અને ઉદ્યમવંત થાય છે તે પરમકૃપાળુ પુરુષને પરમભક્તિથી નમસ્કાર છે.
તે આત્મિક સુખની પ્રાપ્તિ માટે મુમુક્ષુએ શું કર્તવ્ય છે તે હવેના લેકમાં જણાવે છે.
ભવ તન ભેગ પ્રતિ હદયે વૈરાગ્ય ઘરી તજી સંગ ત્રિથા, સદ્ગુરુ ને નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયને ઘારી મુદા, અન્ય જીની સંગતિ તેમજ રાગાદિ તજી સઘળાને, સુખ સ્વાર્થી ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને. ૩
આત્મિક સુખની પ્રાપ્તિ કરવાની અભિલાષાવાળા મુમુક્ષુજનેએ સંસાર શરીર અને ભેગની અસારતા, અનિત્યતા, અન્યત્વતા આદિ વિચારીને તે પ્રત્યે અંતરમાં વૈરાગ્યને ધારણ કરે. સર્વ ચેતન, અચેતન કે મિશ્ર એમ ત્રણેય પ્રકારને સંગ મારે કાંઈ કામને નથી, માત્ર દુઃખને જ હેતુ છે એમ વિચારીને તેના તથા અન્ય સર્વ પરાવલંબી ચિંતન, ચાલ તથા માર્ગોને ત્યાગમાં જ પ્રવર્તવું. સત્ સુખના ઘામરૂપ આત્મજ્ઞાની સદ્ગુરુને અને તેમના પવિત્ર બંધને અથવા તેમણે જણાવેલાં નિર્દોષ શાસ્ત્રોને નિરંતર આશ્રય કરે. નિર્મળ