________________
૧૭૦
સમાધિ-સાધના
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને ધારણ કરવાં. સર્વ અન્ય સંગ પ્રસંગને તથા રાગાદિ ભાવેને તજીને, ઉપદ્રવ રહિત એકાંત સ્થાનને આશ્રય કરી, આત્મસ્વરૂપના ચિંતનમાં એકાગ્ર થવું. આ પ્રમાણે સપુરુષાર્થમાં પ્રવર્તતાં, આત્મસ્વરૂપમાં એકાગ્રતા સાધનાર મુમુક્ષુ આત્મિક સુખને પામી કૃતકૃત્ય થાય છે.
ઇંદ્રિયસુખ સુખ નહિ પણ ઈચ્છા-અગ્નિ વ્યથા એ શાંત કરે, શુદ્ધ પરિણતિ નિરાકુળ જે આત્મસ્થિતિ સુખ તે જ ખરે. ૪
ઇદ્રિયસુખ છે તે મનુષ્યને સાચું સુખ નથી, પરંતુ ઈચ્છારૂપ અગ્નિની વેદનાને શાંત કરવાને એ ઉપાય છે. સાચું સુખ તે આત્મામાં સ્થિતિ છે ત્યાં છે. આત્મસ્વરૂપમાં સ્થિરતા છે ત્યાં નિરાકુલતા અને શુદ્ધ પરિણામ છે. તેથી ત્યાં આત્મિક સુખ પ્રગટ છે, અને તે જ સાચું સુખ છે.
આ જગતમાં જે જે સુખનાં સાધનો ગણાય છે તે સર્વમાં વ્યાકુળતા રહેલી હોવાથી વિવેકી જનેને તેમાં વાસ્તવિક સુખ સમજાતું, મનાતું નથી.
જગતના જીવે ધનથી, કીર્તિથી, ઇંદ્રિયને રમણીય વિષયેથી, સુંદર પ્રાસાદમાં નિવાસ કરવાથી, નૃત્ય, ગીત અને વાજિંત્રના જલસાદિમાં મુગ્ધ થવાથી, સુંદર રૂ૫ લાવણ્યથી, ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિથી, અનિષ્ટ પદાર્થ દૂર થવાથી, કીડા કરવાથી, અનુકૂળ ઋતુના આગમનથી, રાજ્ય પ્રાપ્તિથી અથવા રાજાદિનું સન્માન પામવાથી, સેના, વસ્ત્ર, પુત્ર, પુત્રી આદિના સમૂહથી, સુંદર અનુકૂળ રમણીથી, મઘુર સંગીતથી, અલંકારેથી કે વૃક્ષ, પર્વત કે વાહનથી પિતાને સુખી સુખી માની હર્ષોન્મત્ત, મદોન્મત્ત થઈને ફરે છે. જ્યારે વિવેકી જનેને એ સર્વમાં