________________
૧૬૮
સમાધિ-સાધના પરમ શ્રેયકારી સુખ છે તેથી તે શુભ મંગલકારી, કલ્યાણસ્વરૂપ છે. ઇંદ્રિયસુખ રાગદ્વેષ, માન અપમાન, હર્ષ શોક, જન્મ મરણ આદિ તથા દુઃખરૂપ વિપક્ષ(%)થી સહિત છે, આત્મિક સુખ એક સર્વ શ્રદ્ધથી, વિપક્ષથી રહિત છે. ઇંદ્રિય સુખમાં અનેક પ્રકારના ઉપદ્ર, વિદ્ગો આવી પડે છે. આત્મિક સુખમાં કંઈ વિધ્ર આવતું નહીં હોવાથી તે નિરુપદ્રવ છે. ઇંદ્રિયસુખને કંઈ પણ ઉપમા આપ તે આપી શકાય જ્યારે અતીંદ્રિય સુખને જગતમાં કેઈ ઉપમા નહીં હોવાથી તે નિરુપમ છે. ઇંદ્રિયસુખમાં આસક્તિથી કર્મબંધ થઈ સંસારભ્રમણ વધે છે જ્યારે આત્મિક સુખ કર્મબંધ રહિત હેવાથી નિબંધ છે, તેથી મેક્ષપદનું કારણ થાય છે. ઇંદ્રિયસુખ તર્કથી કંઈ પણ સમજાઈ શકે પરંતુ અતીન્દ્રિય સુખ આત્માને વિષય હોવાથી, મતિને વિષય નહીં હવાથી, તે તર્કથી અગમ્ય છે, માત્ર અનુભવથી જ ગમ્ય છે. ઇંદ્રિયસુખ તુચ્છ છે, અતીન્દ્રિય સુખ સર્વોત્તમ છે. ઇંદ્રિયસુખ સંસારવર્ધક છે, આત્મિક સુખ શિવહેતુ, એટલે મોક્ષનું કારણ છે. ઇંદ્રિયસુખમાં અનેક દોષે છે, જ્યારે આત્મિક સુખ નિર્દોષ છે ઇદ્રિયસુખમાં મલિનતા છે, આત્મસુખમાં નિર્મળતા, શુદ્ધતા, પવિત્રતા છે. ઇંદ્રિયસુખ અનંત પરિભ્રમણરૂપ જગતમાં સર્વ કેઈને સુલભ છે, આત્મિક સુખ કેઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે તેથી તે અત્યંત દુર્લભ છે.
આ પ્રમાણે ઇંદ્રિયસુખ સન્મુખ નહીં પણ દુઃખનાં જ રૂપાંતર હોવાથી તેની રુચિ, તૃષ્ણ તજી દઈને મુમુક્ષુઓ આત્મિક સુખ કે જે વાસ્તવિક સસુખ છે તેમાં રુચિવંત, પ્રતિવેત, ઉદ્યમવત થાય છે.