________________
સમાધિ–સાધના
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે-એ દેશી) આત્મિક સુખ તેા નિજવશ નિરુપમ નિઃસ્પૃહ નિત્યનિજસ્થ અહા ! નિરુપદ્રવ નિર્દ્રય અખંધક વિષ્ણુ ભય શુભ અંત લહેા, શ્રેષ્ઠ અદોષ અમલ શિવહેતુ દુર્લભ દ્રન્દાતીત ગ્રહા, આવું સુખ સ્વાત્મન્થ લહેા, તે વિરુદ્ધ ઇંદ્રિયસુખ ન ચહેા. એ આત્મિક સુખ કેવું છે ? તેા કે ઇંદ્રિયજન્ય સુખથી વિરુદ્ધ છે.
૧૬૭
ઇંદ્રિયજન્ય સુખ પરદ્રવ્યના સંબંધથી થાય છે, તેમાં પરદ્રવ્યની જરૂર રહે છે. જ્યારે આત્મિક સુખ નિર્દ્ર એટલે મફત કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા વગરનું છે. ઇંદ્રિયસુખ, પરપદાર્થો કે ઇંદ્રિયોની અનુકૂળતાને આધીન હાવાથી પરાધીન છે, જ્યારે આત્મિક સુખ પેાતાને, આત્માને જ આધીન હેાવાથી, સ્વવશ છે. ઇંદ્રિયસુખ ઇંદ્રિયા આદિ પરપદાર્થોમાં રહ્યું જણાય છે જ્યારે આત્મિક સુખ નિજ સ્વરૂપમાં જ રહેલું હાવાથી નિજસ્થ છે. ઇંદ્રિયસુખ ભોગવતાં પણ તે જતાં રહેશે ઇત્યાદિ ભયથી યુક્ત છે જ્યારે અલૈંદ્રિય સુખમાં કંઈ પણ ભય નથી, તે અભય છે. ઇંદ્રિયસુખ અલ્પકાળ પછી નાશ પામી જનાર હાવાથી વિનાશી છે, અલૈંદ્રિય સુખ કદાપિ નાશ પામનાર નહીં હાવાથી નિત્ય છે. ઇંદ્રિયસુખ જેમ જેમ ભોગવાય છે તેમ તેમ તૃષ્ણારૂપ દાહ વધતા જાય છે, જ્યારે અર્તીદ્રિય સુખ જેમ જેમ અનુભવાય છે તેમ તેમ પરમ તૃપ્તિ અનુભવાય છે, તેથી અલ્પ પણુ પર વસ્તુની ઇચ્છા સ્પૃહા તૃષ્ણા રહેતી નથી તેથી તે નિરીહ છે. ઇંદ્રિયસુખ પરિણામે દુઃખરૂપ અશ્રેયકારી હાવાથી અશુભ છે. આત્મસુખ ખરી મહત્તાવાળું