________________
૧૬૬
સમાધિ-સાધના
અવલંબને મહાદિ શત્રુને જીતીને જિન એટલે આત્મજ્ઞાની થાય છે. તેથી તે ભગવાન જિનેના (આત્મજ્ઞાનીઓના) સ્વામી જિનેશ્વર કહેવાય છે. ઇંદ્રાદિક દેવે તે ભગવાનની પૂજા ભક્તિ આદિથી અત્યંત બહુમાનપૂર્વક તેમની સેવામાં પ્રવર્તે છે તેથી તે દેવાધિદેવ કહેવાય છે. એમ ભેદજ્ઞાનના બળથી આત્મા અત્યંત દુર્લભ એવા દેવાધિદેવ તીર્થંકર જિનેશ્વર કેવળજ્ઞાની પદને પામી પ્રાંતે પરમાત્મસ્વરૂપમાં સમાય છે; અનેક જીવને મોક્ષમાર્ગ સન્મુખ કરી, શુદ્ધ ચિકૂપની પ્રાપ્તિથી કૃતાર્થ કરી, પિતે પરમ કૃતકૃત્ય થઈ શાશ્વત સિદ્ધિસુખમાં જઈ વિરાજે છે. નમન હો તે સદા જયવંત પરમાત્મપદને ! “સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જ્ય તે.”
–શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ આત્મસુખના પરીક્ષક અને તેમાં જ પ્રીતિવાળા જગતમાં વિરલા જ છે,
પરવસ્તુની પરીક્ષામાં પ્રવીણ અને ઇન્દ્રિયસુખમાં આસક્ત એવા જગતમાં પ્રાયે ઘણા જીવે જોવામાં આવે છે. ખેતી, પરવાળાં, રત્ન, સુવર્ણ આદિ ઘાતુઓ, રસ, ભૂમિ, વસ્ત્ર, અન્ન, રેગ, વૃક્ષ, સ્ત્રી, અશ્વ, ગજ, સર્પ, ગાય, બળદ, મનુષ્ય, દેવ, વિદ્વાન, પક્ષી, અને જળચર જીના પરીક્ષકે જગતમાં ઘણું છે. તેમ જ વિષયસુખમાં રક્ત પણ ઘણું જોવામાં આવે છે. પરંતુ સત્સંખના પરીક્ષક તથા તે અતીન્દ્રિય સુખમાં રક્ત ઘણું જ અલ્પ જીવ પ્રાયે જગતમાં જોવામાં આવે છે.