________________
સમાધિ-સાધના
૧૬૫
જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુ:ખ મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે.” ૨
– શ્રીમદ્ રાજચંદ્ર ગરુડ જુએ ત્યાં રે ચંદન તરુ તજી, સર્પસમૂહ જ્યમ પલાય; ભેદ વિજ્ઞાને રે કર્મ શરીર તેમ, આત્માથી દૂર થાય.
ભેદવિજ્ઞાને રે. ૨૧ ચંદન વૃક્ષને વીંટળાઈને રહેલા સર્પો જેમ ગરુડને આવેલે જોતાં જ ચંદન તરુને તજી દઈ સત્વર કયાંય ચાલ્યા જાય છે, તેમ ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ દેહ કર્મ આદિ સર્વ સત્વર દૂર થઈ જાય છે.
ભેદ જ્ઞાનના રે બલથી પામીને, કેવલી ચિપ શુદ્ધ તીર્થકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવના પ્રસિદ્ધ.
|
ભેદવિજ્ઞાને રે. ૨૩ ભેદવિજ્ઞાનની પ્રાપ્તિથી આત્મસ્વરૂપનાં દર્શન, જ્ઞાન, અનુભવરૂપ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી એ આત્માનુભવમાં જ અખંડપણે રહેવા માટે પણ ભેદજ્ઞાનને જ અભ્યાસ ઉપકારી થાય છે. એટલે એ ભેદજ્ઞાન વડે જ આત્મા અખંડ આત્મરમણતાથી કેવળજ્ઞાન પ્રગટ કરી કેવલી ભગવાન થાય છે. પછી અનેક ભવ્યાત્માઓને સંસારસમુદ્રથી તરવાને તીર્થરૂપ મેક્ષમાર્ગ પ્રવર્તાવે છે, તેથી તીર્થંકર, તીર્થને કરનાર, કહેવાય છે. અનેક ભવ્યાત્માઓ તેમની દેશનાના
હૈદવિજ્ઞાન શિકયની
દવા માટે