________________
૧૬૪
સમાધિ-સાધના
જેમ અનેક વસ્તુઓ ભેગી મળેલી હોય છતાં તે પ્રત્યેકનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ લક્ષણેની જેને બરાબર ખબર છે તેવા ચતુર અને તે પ્રત્યેકને પોતપોતાનાં લક્ષણે ઉપરથી ઓળખીને જુદી જુદી કરી શકે છે, તેમ આત્મા અને કર્મ બંનેનાં ભિન્ન લક્ષણને યથાર્થ જાણનાર જ્ઞાની પુરુષે, અનાદિથી ભેગાં મળેલાં બંને દ્રવ્યને એ ભેદવિજ્ઞાનના સતત અભ્યાસથી જ અત્યંત જુદાં જાણે પિતાના આત્મતત્વને તે દેહાદિ પર જડ દ્રવ્યથી ભિન્ન અનુભવી શકે છે.
દેહ આદિ અચેતન જડ છે. કારણ કે જડના ગુણ વર્ણ રસ ગંધ સ્પર્શ આદિ તેમાં પ્રત્યક્ષ જણાય છે, આત્મા દેહઆદિમાં રહ્યો છતાં તે સર્વને જુએ છે, જાણે છે તથા સુખ દુઃખને અનુભવે છે. આ ગુણે દેહ આદિ જડમાં નથી. દેહઆદિના વર્ણ આદિ ગુણે આત્મામાં નથી. તેનાથી જુદા જ્ઞાન દર્શન આદિ પિતાના ગુણે છે. એમ ચેતનના ગુણેથી ચેતનને ઓળખીને જડથી જુદો નિરંતર ભાવતાં તેને સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ થવા લાગ્યા છે.
જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્ય માંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિત્થને પંથ ભવનંતને ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે;