________________
૧૬૦
કે જે પાનું ઉલભ છે
સમાધિ-સાધના કરે તેવા તથા કરાવે તેવાં નિમિત્તો મળવાં દુર્લભ છે, (ર) તેથી અતિ દુર્લભ શુદ્ધ આત્મસ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરનાર અધ્યાત્મ શાસ્ત્રની પ્રાપ્તિ છે, કે જેથી આત્મસ્વરૂપ પ્રત્યેની રૂચિને નિરંતર પિષ મળતું રહી વૃત્તિ તેમાં જ વહન કર્યા કરે. (૩) તેથી પણ અતિ અતિ દુર્લભ તે શુદ્ધ આત્માને અનુભવી તથા આત્મતત્વના ઉપદેશક સાક્ષાત્ આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ છે. એ નિષ્કારણ કરુણાશીલ મહાત્મા સંત, તેમનાં દર્શન, સમાગમ, બેધ અતિ દુર્લભ છે. આત્મસ્વરૂપને પ્રતિપાદન કરનાર, અપૂર્વ આત્મલક્ષ કરાવનાર, અનુપમ આત્મજાગૃતિને પ્રગટાવનાર મહાત્મા જ્ઞાની ગુરુને જવલંત બેધ, આત્મજ્ઞાનને અચૂક ઉપાય પ્રાપ્ત થ અતિ દુર્લભ છે. કેઈ મહાભાગ્ય મુમુક્ષુઓને જ તે બેધ પ્રાપ્ત થતાં તથારૂપ યોગ્યતાના ગે તે અંતરમાં ઝળકી ઊઠે છે અને પરિણામે જ્ઞાનદશા જાગૃત થાય છે. આ ત્રણેય દુર્લભાગની પ્રાપ્તિ થતાં તેના ફળરૂપે ચેથી (૪) પિતાના શુદ્ધ આત્માની સાક્ષાત્ ઓળખાણ, આત્મઅનુભવ, આત્મસાક્ષાત્કાર કરાવનાર ચિંતામણિરૂપ ભેદજ્ઞાનની પ્રાપ્તિ તે તે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં દુર્લભમાં પણ દુર્લભ જ છે. ભેદજ્ઞાનના બળે કરી જીવ પોતે શિવ થાય છે. અચિંત્ય સુખનિધાન મેક્ષપદ પામે છે. માટે ભેદજ્ઞાનને ચિંતામણિ સમાન દુર્લભ કહ્યું છે.
આવે જયાં એવી દશા સદ્ગોધ સહાય, તે બોધ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.”
-શ્રી આત્મસિદ્ધિ