________________
સમાધિ-સાધના
૧૫૯
હોવાથી એંઠવત તુચ્છ અને દુઃખના રૂપાંતર છે, તેને જ મેહવશ પ્રાણ પિતાના માને છે, નિત્ય માને છે, અપૂર્વવત્ અને પરમ સુખકર માની તેમાં જ કૃતાર્થતા માને છે. આ ભયંકર ભૂલ જ્ઞાની ગુરુના પ્રતાપે હવે હું ન જ કરું. ભેદજ્ઞાનને હું સર્વસ્વ માનું છું એવા નિશ્ચયપૂર્વક મુમુક્ષુજન તે પરમ સુખના ઘામરૂપ નિજ નિર્મળ શુદ્ધ આત્મસ્વરૂપને દેહ આદિ સર્વ પરપદાર્થથી ભિન્ન જાણી, પરને તજી સ્વાત્મામાં સંપૂર્ણ શમાવારૂપ પરમ કૃતકૃત્યતાનું અનન્ય કારણુ જે દુર્લભ ભેદજ્ઞાન તેને પામી પિતાને પરમ ધન્યરૂપ કૃતાર્થરૂપ માને છે. “ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે સિવ મારગમેં, જગમાંહિ જિનેસરકે લઘુનંદન; સત્ય સ્વરૂપ સદા જિનકે પ્રગટયો અવદાત મિથ્યાત નિકંદન, શાંત દશ તિનકી પહિચાની કર કર જોરિ બનારસી વંદન.”
–શ્રી બનારસીદાસ ત્યાં સુધી ચિપ ભૂમિ ઉપર બહુ કર્મગિરિ દુર્ભેદ્ય દસે; જ્યાં સુધી ભેદવિજ્ઞાન વજી ના એકાએક પડે શીષે. ૭
આત્મક્ષેત્રમાં દુર્ભેદ્ય પર્વત સમાન કર્મસમૂહ ક્યાં સુધી ટકે છે? તે કે જ્યાં સુધી ભેદજ્ઞાનરૂપ વાપાત તેને ઉપર ન થાય ત્યાં સુધી જ. જ્યાં ભેદજ્ઞાનને અભ્યાસ વર્તે છે ત્યાં કર્મ ચકચૂર થઈ છેવટે છિન્નભિન્ન થઈ જાય છે. ૭ દુર્લભ આ જગ મધ્ય અતિશય ચિપમાં રુચિ લાવે છે, તેથી અતિ દુર્લભ સશાસ્ત્રો ચિદ્વપ સ્પષ્ટ બતાવે છે; દુર્લભ તેથી પણ ગુરુ જ્ઞાની, ચિપ નિશદિન બધે જે. સૌથી ચિંતામણિ સમ દુર્લભ ભેદજ્ઞાન ઉર શેધે તે. ૮-૯
આ જગમાં પ્રથમ (૧) શુદ્ધ આત્મામાં પ્રીતિ રુચિ